ETV Bharat / international

Queen Elizabeth II: મહારાણી એલિથાબેથ IIની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં બ્રિટિશ શીખને 9 વર્ષની જેલ

બ્રિટનની એક અદાલતે મહારાણી એલિથાબેથ દ્વિતિયની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં બ્રિટિશ શીખને નવ વર્ષની સજા ફટકારી છે. આરોપી માનસિક રીતે બીમાર હોવાનું પણ જણાયું છે. તેથી તેને મનોચિકિત્સક સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો છે, જો ભવિષ્યમાં તેને સ્વસ્થ માનવામાં આવશે, તો તે તે બાકીની સજા જેલમાં જ ભોગવશે

British Sikh Sentenced Jail
British Sikh Sentenced Jail
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 12:33 PM IST

લંડનઃ જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919નો બદલો લેવા માટે મહારાણીને મારી નાખવાની ધમકી આપનાર બ્રિટિશ શીખને બ્રિટનની એક કોર્ટે નવ વર્ષની જેલની સજા ફટકારી છે. 21 વર્ષીય જસવંત સિંહ ચૈલ નામના આરોપીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રિસમસ ડે 2021ના દિવસે વિન્ડસર કેસલની દિવાલો તોડીને રાણી એલિઝાબેથ દ્વિતીયની હત્યા કરવાનું કાવતરું ઘડ્યુ હોવાનું કબૂલ્યું હતું. જસવંત સિંહ ચૈલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં ખુદને સ્ટાર વોર્સ ફિલ્મથી પ્રેરિત થઈને રાણી પર હુમલો કરવાની વાત કરી હતી.

આરોપી માનસિક બીમાર: લંડનની એક અદાલતમાં સુનાવણી દરમિયાન આ વાત સામે આવી હતી કે, બ્રિટિશ શીખ જસવંત સિંહ ચૈલે કિશોરાવસ્થામાં જ રાણીની હત્યા કરવા વિશેની કલ્પના કરી હતી. અને તેણે આ અંગેની માહિતી એક કૃત્રિમ બુદ્ધિ સંચાલિત પ્રેમિકા સાથે વ્યક્ત કરી હતી. જેનું નામ તેણે સરાય રાખ્યું હતું. ન્યાયમૂર્તિ નિકોલસ હિલિયાર્ડે કહ્યું હતું કે, વિભિન્ન વિશેષજ્ઞોના પરસ્પર વિરોધી નિવેદનો બાદ તેમણે નિષ્કર્ષ કાઢ્યો હતો કે, ચૈલ માનસિક રીતે બીમાર છે, પરંતુ અપરાધની ગંભીરતાના કારણે તેને જેલની સજા ભોગવવી પડશે.

મહારાણીની હત્યાનું ષડયંત્ર: પોર્ટ અનુસાર જસવંત સિંહ ચૈલ પહેલાં એક મનોચિકિત્સક સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવશે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે, અને જો ભવિષ્યમાં તેને સ્વસ્થ માનવામાં આવશે, તો તે તેની બાકીની સજા જેલમાં જ ભોગવશે. એબીસી ન્યૂઝમાં હિલિયાર્ડના હવાલેથી કહેવામાં આવ્યું હતું કે, પ્રતિવાદીના મનમાં હત્યાના વિચાર હતાં. જેના પર તેણે પહેલાં કામ કર્યુ હતું. તેનો હેતુ ક્વિન એલિઝાબેથ દ્વિતિયને માત્ર નુકસાન પહોંચાડવા કે પરેશાન કરવાનું ન્હોતું, પરંતુ મારવાનું હતું.

આ પણ વાંચો

  1. Biden Border Walls Work: અમેરિકા-મેક્સિકો બોર્ડર પર દિવાલને લઈને વિવાદ, જાણો શું કહ્યું બાઈડને
  2. Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારતને સમર્થન આપ્યું, કહ્યું- યુએનમાં કાયમી સભ્યપદ મળવું જોઈએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.