ETV Bharat / international

Ukraine Crisis : કિવના રસ્તાઓ પર દેખાયા રાષ્ટ્રપતિ ગેલેંસ્કી અને બ્રિટિશ પીએમ બોરીસ જ્હોન્સન

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે એકતા દર્શાવવા યુક્રેનની મુલાકાત (Boris Johnson Ukraine Visit) લીધી હતી. યુકેના વડા પ્રધાનની યુક્રેનની મુલાકાતને લઈને ન્યૂઝ એજન્સી એએનઆઈએ લખ્યું, ઝેલેન્સકી અને જ્હોન્સને રાજધાની કિવની સડકો પર સ્થિતિનો તાગ મેળવ્યો.

Ukraine Crisis : કિવના રસ્તાઓ પર દેખાયા રાષ્ટ્રપતિ ગેલેંસ્કી અને બ્રિટિશ પીએમ બોરીસ જ્હોન્સન
Ukraine Crisis : કિવના રસ્તાઓ પર દેખાયા રાષ્ટ્રપતિ ગેલેંસ્કી અને બ્રિટિશ પીએમ બોરીસ જ્હોન્સન
author img

By

Published : Apr 10, 2022, 5:57 PM IST

કિવઃ બોરિસ જ્હોન્સન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળવા કિવ (Boris Johnson Ukraine Visit) પહોંચ્યા હતા. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર ટ્વિટર- @DefenceU પર જ્હોન્સન અને ઝેલેન્સકીનો વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં લખવામાં આવ્યું હતું કે, બ્રિટનના વડાપ્રધાન જ્હોન્સન અને યુક્રેનના રાષ્ટ્રપતિ કિવની સડકો પર જોવા મળ્યા. બંનેએ શહેરની વચ્ચે યુક્રેનના સામાન્ય નાગરિકો સાથે વાત કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 હિન્દી પેપર વાયરલના મુળિયા દાહોદ પહોંચ્યા

બ્રિટન યુક્રેનને મદદ કરવા માંગે છે: જ્હોન્સનની કિવની મુલાકાતના સંબંધમાં યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, લોકો અને રાષ્ટ્રો વચ્ચે સાચી મિત્રતા સ્પષ્ટ છે. આપવામાં આવનાર લાંબા ગાળાના સમર્થન સહિત નાણાકીય અને સૈન્ય સહાયના નવા પેકેજ પર ચર્ચા કરવામાં આવશે. જ્હોન્સને યુક્રેન માટે ઉચ્ચ-ક્ષમતા ધરાવતા લશ્કરી સાધનો (Ukraine defense weapon) ખરીદવા માટે બીજા 100 મિલિયન પાઉન્ડની જાહેરાત કર્યાના એક દિવસ પછી આ મુલાકાત સામે આવી છે. જ્હોન્સને કહ્યું છે કે, બ્રિટન યુક્રેનને મદદ કરવા માંગે છે, જેથી તે સતત રશિયન હુમલાઓ વચ્ચે પોતાનો બચાવ કરી શકે.

આ પણ વાંચો: ગુજરાતનું ગૌરવ: UPSCના ચેરમેન પદે પ્રથમવાર એક ગુજરાતીની વરણી, જાણો કોણ છે ડૉ. મનોજ સોની

વિમાન વિરોધી મિસાઈલ: બ્રિટિશ વડા પ્રધાનની યુક્રેનની મુલાકાતના સંદર્ભમાં, યુક્રેનમાં રાષ્ટ્રપતિ કાર્યાલય (Ukraine president house)ના નાયબ વડા, એન્ડ્રેજ સિબિહાએ પુષ્ટિ કરી કે, બંને નેતાઓ કિવમાં મુલાકાત કરી રહ્યા છે. શુક્રવારે જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝ સાથેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જ્હોન્સને કહ્યું કે, તે યુક્રેનિયન સૈન્યને વિમાન વિરોધી મિસાઈલ અને અન્ય 800 એન્ટી ટેન્ક મિસાઈલ આપશે. આ સિવાય તેણે વધુ હેલ્મેટ, નાઈટ વિઝન ઈક્વિપમેન્ટ અને અન્ય હથિયારોનું વચન આપ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે, બ્રિટનથી બે લાખ બિન-ઘાતક લશ્કરી સાધનોનો માલ યુક્રેન પહોંચી ચૂક્યો છે. સાથે જ સાધનો અને અન્ય હથિયારો આપવાનું વધાર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.