ETV Bharat / international

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન થયેલી હિંસામાં 127 લોકો મોતને ભેટ્યા

ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતના પોલીસ વડાના જણાવ્યા અનુસાર, ઇન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચમાં થયેલી નાસભાગમાં 127 લોકોના મોત થયા(127 killed in football match stampede in Indonesia) છે અને 180 લોકો ઇજાગ્રસ્ત થયા છે(180 injured in football match in Indonesia).

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન થયેલી હિંસામાં 127 લોકો મોતને ભેટ્યા
ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન થયેલી હિંસામાં 127 લોકો મોતને ભેટ્યા
author img

By

Published : Oct 2, 2022, 7:57 AM IST

Updated : Oct 2, 2022, 8:56 AM IST

જાવાઃ ઈસ્ટ જાવા પ્રાંતમાં ઈન્ડોનેશિયાના પોલીસ વડાના જણાવ્યા અનુસાર ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચમાં નાસભાગ મચી જવાથી 127 લોકોના મોત થયા છે(127 killed in football match stampede in Indonesia) અને 180 લોકો ઇજાગસ્ત થયા છે(180 injured in football match in Indonesia). નિકો અફિન્ટાએ પત્રકારોને જણાવ્યું હતું કે, હારેલા પક્ષના સમર્થકોએ મેદાન પર હુમલો કર્યો હતો. અધિકારીઓએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેના કારણે ભીડમાં નાસભાગ મચી ગઈ અને ગૂંગળામણ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફૂટેજમાં મેદાન પર દર્શકોની ભીડ જોવા મળે છે. પોલીસ ઢાલ અને દંડા સાથે મેદાનમાં ઉભેલા ટોળા તરફ દોડી હતી.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટોળું જમીન પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જેથી પોલીસે લોકોને લાતો અને મુક્કાથી માર માર્યો હતો. ગેસના કારણે સમગ્ર સ્ટેડિયમનું વાતાવરણ વધુ મુશ્કેલ બની ગયું હતું. જોકે, સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. ઈન્ડોનેશિયાનું ફૂટબોલ એસોસિએશન પોલીસ સાથે મળીને ઘટનાની તપાસ કરી રહ્યું છે. લીગને એક સપ્તાહ માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હિંસા ફાટી નિકળી અધિકારીઓનું કહેવું છે કે મેચ પછી રમખાણો ફાટી નીકળ્યા હતા કારણ કે હોમ ટીમ અરેમા સુરાબાયાથી પર્સેબાયા સામે હારી ગઈ હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર માર્યા ગયેલા લોકોમાં બે પોલીસ અધિકારીઓ મોટાભાગે હોમ ટીમના સમર્થકો હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટેડિયમની અંદર ઘાયલ થયેલા લોકોમાંથી લગભગ એક ચતુર્થાંશ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. એક અપ્રમાણિત વીડિયોમાં વ્યાપક નુકસાન સાથે સ્ટેડિયમમાં મૃતદેહોની કતાર જોવા મળે છે.

Last Updated : Oct 2, 2022, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.