વોશિંગ્ટનઃ આજે મંગળવારે અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા રાષ્ટ્રપતિ જો બાઈડેનના ભારત પ્રવાસ પર સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. જી-20માં વૈશ્વિક આર્થિક સહયોગના પ્રમુખ મંચ પર અમેરિકન પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરશે. તેઓ રશિયા-યુક્રેન યુદ્ધના સામાજિક પ્રભાવો સહિત અનેક મુદ્દે વાત કરશે.
વ્હાઈટ હાઉસમાં મીડિયા બ્રીફિંગમાં જાહેરાતઃ વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કૈરિન જીન પિયરે મીડિયા બ્રીફિંગ દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડનના ભારત પ્રવાસની જાહેરાત કરી. નવી દિલ્હીમાં જી-20 શિખર સંમ્મેલનમાં ભાગ લીધા બાદ 10 સપ્ટેમ્બરે હનોઈ અને વિયેટનામની યાત્રા પણ કરશે. અત્યાર સુધી બાઈડેન અનેક મંચો પર જી20 પ્રત્યે અમેરિકાની પ્રતબિદ્ધતાની પુષ્ટિ કરી ચૂક્યા છે.
અનેક મુદ્દા પર ચર્ચાઃ જી-20 સંમ્મેલનમાં રાષ્ટ્રપતિ બાઈડેન સ્વચ્છ ઊર્જા,જળવાયુ પરિવર્તન, રશિયા-યુક્રેન યુદ્ધ, બહુપક્ષીય વકાસ, બેન્કોની ક્ષમતા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. ગરીબી સામેની લડત તેમજ દુનિયાભરના દેશોને કનડતા આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરવાના ઉપાયોને ચર્ચામાં આવરી લેશે.
1 વર્ષ સુધી ભારત જી-20નું અધ્યક્ષ સપ્ટેમ્બરમાં અમેરિકન રાષ્ટ્રપતિ જી-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા ભારતનો 4 દિવયસીય પ્રવાસ કરશે. 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનારી જી-20 શિખર સંમેલનનું યજમાન બનવા ભારત તૈયાર છે. રત 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર,2023 એમ એક વર્ષ સુધી જી-20 બેઠકની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ સંદર્ભે સમગ્ર દેશમાં અનેક બેઠકો યોજાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનમાં અમેરિકા પ્રવાસ કર્યો હતો. જ્યાં બાઈડેને સપ્ટેમ્બરમાં ભારત ખાતે જી-20 શિખર સમ્મેલનમાં હાજરી આપવા ઉત્સુક હોવાની વાત કરી હતી. (એએનઆઈ)