ETV Bharat / international

મેક્સિકોમાં ટ્રક અકસ્માતમાં થયા પરપ્રાંતીયોના મોત - મેક્સિકોમાં ટ્રક અકસ્માત

અમેરિકાના દક્ષિણ મેક્સિકોમાં (Southern Mexico) શરણાર્થીઓને લઈ જતી કાર્ગો ટ્રક ગુરુવારે એક રાહદારી પુલ પર અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા ગયા હતા અને અન્ય 54 ઘાયલ થયા હતા.

મેક્સિકોમાં ટ્રક અથડામણમાં થયા પરપ્રાંતીયોના મોત

author img

By

Published : Jul 29, 2022, 4:43 PM IST

મેક્સિકો: દક્ષિણ મેક્સિકોમાં શરણાર્થીઓને લઈ જતી કાર્ગો ટ્રક ગુરુવારે એક રાહદારી પુલ પર અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા ગયા હતા અને 54 અન્ય ઘાયલ થયા હતા. ફેડરલ એટર્ની જનરલના (Federal Attorney General) કાર્યાલયે જણાવ્યું હતું કે, પ્રાથમિક અનુમાન મુજબ આ અકસ્માતમાં 53 લોકોના મોત થયા છે અને ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર છે.

આ પણ વાંચો: બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની ધમાકેદાર શરૂઆત...જૂઓ તસ્વીરો...

લોકોની નાગરિકતાની હજુ પુષ્ટિ થઈ નથી: ચિઆપાસ રાજ્યના સિવિલ ડિફેન્સ ઓફિસના વડા લુઈસ મેન્યુઅલ મોરેનોએ જણાવ્યું હતું કે, ઘાયલોમાંના 21ને ગંભીર ઈજાઓ છે અને તેમને સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માત રાજ્યની રાજધાની ચિયાપાસ તરફ જતા હાઇવે પર થયો હતો. ઘટનાસ્થળના ફોટામાં પીડિતોને ફૂટપાથ (America latest news) પર અને ટ્રકના કાર્ગો ડબ્બાની અંદર દેખાય છે. મોરેનોએ જણાવ્યું હતું કે, પીડિત લોકો મધ્ય અમેરિકાના શરણાર્થીઓ હોવાનું જણાય છે, જોકે તેમની નાગરિકતાની હજુ પુષ્ટિ થઈ નથી. અકસ્માતમાં બચી ગયેલા કેટલાક લોકોએ જણાવ્યું કે, તેઓ પડોશી ગ્વાટેમાલા દેશના રહેવાસી છે.

આ પણ વાંચો: યુકેમાં કેરળના એન્જિનિયરે લોકડાઉનનો ઉપયોગ કરી બનાવ્યું પ્લેન અને હવે...

107 લોકો હતા સવાર: અકસ્માતમાં બચી ગયેલા ગ્વાટેમાલાના સેલ્સો પચિકોએ જણાવ્યું હતું કે, ટ્રક ઝડપભેર હતી અને શરણાર્થીઓના વજનને કારણે તેણે તેનું સંતુલન ગુમાવ્યું હોઈ શકે છે, જેના કારણે તે પલટી ગઈ હતી. ટ્રકમાં ગ્વાટેમાલા અને હોન્ડુરાસના શરણાર્થીઓ અને અંદાજે આઠથી 10 બાળકો હતા. તે અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યો હતા પરંતુ હવે લાગે છે કે, તેને ગ્વાટેમાલા મોકલી દેવામાં આવશે. મોરેનોએ જણાવ્યું હતું કે, ટ્રક પલટી ગઈ હતી અને તે પલટી જતાં સ્ટીલના ફૂટેડ બ્રિજ સાથે અથડાઈ હતી. ટ્રકમાં ઓછામાં ઓછા 107 લોકો સવાર હતા. આ દરમિયાન, ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ અલેજાન્ડ્રો ગિયામટ્ટેઈએ (President Alejandro Giammattei) ટ્વિટ કર્યું કે, ચીઆપાસમાં અકસ્માતથી ખૂબ જ દુઃખી છું અને પીડિતોના પરિવારો સાથે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ, જેમને અમે તમામ કોન્સ્યુલર સહાય પૂરી પાડીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.