- તાલિબાની રાજમાં મહિલાઓ માટે કોઈ જગ્યા જ નથી
- તાલિબાનીઓએ મહિલાઓના રમવા પર પ્રતિબંધ લગાવ્યો
- અફઘાનિસ્તાન પર કબજા પછી તાલિબાને કરેલા તમામ વચન ખોટા સાબિત થયા
ન્યુઝ ડેસ્કઃ અફઘાનિસ્તાનમાં તાલિબાને હવે બધી રીતે પોતાની મનમાની કરવાનું શરૂ કરી દીધું છે. તાલિબાન રાજમાં મહિલાઓ માટે કોઈ જગ્યા જ નથી. અફઘાનિસ્તાન પર કબજા પછી તાલિબાને કરેલા તમામ વચન ખોટા સાબિત થયા છે. આ સપ્તાહની શરૂઆતમાં તાલિબાને એક ફરમાન જાહેર કર્યું હતું કે, માત્ર મહિલા શિક્ષકો જ વિદ્યાર્થિનીઓને ભણાવશે. જો આવું શક્ય નહીં થાય તો સારા ચરિત્રવાળા ઉંમરલાયક પ્રોફેસરોને તેમની જગ્યા પર લગાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો- અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારને માન્યતા આપવામાં અમેરિકાને કોઈ જલ્દી નથી
તાલિબાનના પ્રવક્તાએ બુધવારે આપી માહિતી
તાલિબાને બુધવારે કહ્યું હતું કે, અફઘાની મહિલાઓ ક્રિકેટ સહિત કોઈ પણ રમતમાં ભાગ નહીં લઈ શકે. કારણ કે, રમત પ્રવૃત્તિઓ તેમના શરીરનું પ્રદર્શન કરશે. આ સૂચના તાલિબાનના એક પ્રવક્તા તરફથી બુધવારે જાહેર કરવામાં આવ્યું હતું. તાલિબાનના સાંસ્કૃતિક આયોગના ઉપપ્રમુખ અહમદુલ્લા વસીકે કહ્યું હતું કે, મહિલાઓ માટે રમત પ્રવૃત્તિઓ જરૂરી નથી. કારણ કે, આનાથી અફઘાન મહિલાઓના શરીરનું પ્રદર્શન થવાનો ખતરો છે. આ કારણથી તે ક્રિકેટ સહિત અન્ય કોઈ પણ રમતમાં ભાગ નહીં લઈ શકે.
આ પણ વાંચો- તાલિબાને કારોબારી સરકારની રચના અંગેનુ જાહેરનામું બહાર પાડ્યું
મહિલાઓએ સંપૂર્ણ લાંબા પોશાક પહેરવા પડશે
આ સપ્તાહની શરૂઆતમાં તાલિબાને એક ફરમાન જાહેર કર્યું હતું કે, માત્ર મહિલા શિક્ષકો જ વિદ્યાર્થિનીઓને ભણાવશે. જો આવું શક્ય નહીં થાય તો સારા ચરિત્રવાળા ઉંમરલાયક પ્રોફેસરોને તેમની જગ્યા પર લગાવવામાં આવી શકે છે. તાલિબાને ફરમાન જાહેર કરીને કહ્યું હતું કે, ખાનગી અફઘાન યુનિવર્સિટીમાં જનારી બાળકીઓ અને મહિલાઓએ અબાયા રોબ (સંપૂર્ણ લાંબા પોશાક) અને માસ્ક (એવો પોશાક જે ચહેરાને ઢાંકે છે) પહેરીને જવું પડશે.
છોકરા છોકરીઓને વર્ગમાં વચ્ચે પડદો હશે
તાલિબાને છોકરા અને છોકરીઓના વર્ગ અલગ અલગ ચલાવવાનો પણ આદેશ આપ્યો છે. જો વર્ગ અલગ નહીં હોય તો છોકરા અને છોકરીઓએ અલગ અલગ કતારમાં બેસવું પડશે અને વચ્ચે પડદો રાખવામાં આવશે. તાલિબાનનું આ ફરમાન તે ખાનગી કોલેજ-યુનિવર્સિટીઝમાં અમલમાં થશે, જે વર્ષ 2001માં તાલિબાનના પહેલા શાસન સમાપ્ત થયા પછી બન્યા છે.
વર્ષ 2001થી પહેલા તાલિબાની શાસનમાં મહિલાઓ ભણી નહતી શકતી
વર્ષ 2001થી પહેલા તાલિબાની શાસન દરમિયાન મહિલાઓએ ભણવાથી વંચિત રહેવું પડ્યું હતું. એટલું જ નહીં ઘરની બહાર નીકળવા માટે પુરુષ સંબંધીને સાથે લઈ જવાનું ફરજિયાત હતું. આ તમામની વચ્ચે તાલિબાને મંગળવારે મુલ્લા હસન અખુંદના નેતૃત્ત્વમાં નવી સરકાર બનાવી લીધી છે. અખુંદ એ જ વ્યક્તિ છે, જેણે વર્ષ 2001માં બામિયાન યુદ્ધની પ્રતિમાને નષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.
મુલ્લાઓને કોઈ ડિગ્રીની જરૂર નથીઃ શેખ મૌલવી નુરુલ્લા મુનીરશેખ મૌલવી નુરુલ્લા મુની
આ પહેલા તાલિબાનનો શિક્ષણ પ્રધાન શેખ મૌલવી નુરુલ્લા મુનીરે કહ્યું હતું કે, PhD અને માસ્ટર ડિગ્રી જરૂરી નથી. મુલ્લા આમ પણ મહાન હોય છે. મૌલવી નુરુલ્લા મુનીરે કહ્યું હતું કે, મુલ્લાઓ પાસે કોઈ ડિગ્રી નથી તો પણ તે મહાન છે. તમે જોઈ શકો છો કે, મુલ્લા અને તાલિબાનના જે નેતા સત્તામાં આવ્યા છે. તેમની પાસે હાઈસ્કૂલ, PhD કે માસ્ટર ડિગ્રી નથી.