- તાલિબાને અફઘાનિસ્તાનના ખેડૂતોને માર્યો વધુ એક ફટકો
- 1.4 કરોડ અફઘાનિસ્તાનીઓએ ચૂકવવવી પડશે જકાત
- 2.5 ટકા 'જકાત' ટેક્સ ફરજિયાત ચૂકવવો પડશે
નવી દિલ્હી: રોકડ સંકટગ્રસ્ત તાલિબાન શાસન (Taliban Rule) અફઘાન ખેડૂતો (Afghan Farmers)ને તેમની જમીન અને પાક પર ધર્માદા (જકાત) વેરો ચૂકવવા માટે કહી રહ્યું છે. RFE/RL અનુસાર, યુદ્ધ, દુષ્કાળ અને કોવિડે સમગ્ર અફઘાનિસ્તાન (Afghanistan)માં ખેડૂતોને બરબાદ કર્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, હવે અફઘાન ખેડૂતો જેમણે ગત વર્ષમાં પાક ઉગાડવાનો પ્રયાસ કરતા નાણા ગુમાવ્યા છે તેઓ કહે છે કે, તાલિબાને તેમને વધુ એક ગંભીર ફટકો આપી રહ્યા છે. 1.4 કરોડ અફઘાન લોકો જેઓ પહેલેથી જ તીવ્ર ભૂખનો સામનો કરી રહ્યા છે તેમાં ખેડૂતો પણ છે તે હકીકત હોવા છતાં ચેરિટી ટેક્સ એકત્રિત કરવામાં આવી રહ્યો છે.
2.5 ટકા 'જકાત' ટેક્સ ચૂકવવો ફરજિયાત
ખેડૂતોનું કહેવું છે કે તાલિબાન ટેક્સ કલેક્ટરોએ તેમની મિલકતની કિંમતનો અંદાજ લગાવ્યો છે કે તેમણે તે મૂલ્ય પર 2.5 ટકા 'જકાત' ટેક્સ ચૂકવવો પડશે. તાલિબાન તેમના ધર્માદા કરને ઇસ્લામના 5 સ્તંભોમાંના એક તરીકે ન્યાયી ઠેરવે છે, જેને તમામ મુસ્લિમો માટે ફરજ ગણવામાં આવે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જકાત દયા અથવા ઉદારતાથી ભેટો આપવાના સ્વૈચ્છિક કાર્યથી અલગ છે. જેઓ ચોક્કસ આવક કરતા વધુ કમાય છે તેમના માટે તે ફરજિયાત છે, અને તે વ્યક્તિની આવક તેમજ તેમની સંપત્તિના મૂલ્ય પર આધારિત છે. જકાતના પ્રાપ્તકર્તાઓ ગરીબ અને જરૂરિયાતમંદ, સંઘર્ષમાં ઇસ્લામ અપનાવનારા, ગુલામો અથવા દેવાદાર લોકો, ફસાયેલા પ્રવાસીઓ અને મુસ્લિમ સમુદાયની સુરક્ષા માટે લડતા સૈનિકો છે. જકાત જમા કરાવનારાઓને તેમના કામ માટે વળતર પણ આપવામાં આવે છે.
જકાત મુસ્લિમ દેશોમાં ગરીબી ઘટાડવામાં નિષ્ફળ રહી છે
અહેવાલમાં જણાવાયું છે કે, જકાતના ટીકાકારોમાં ઇસ્લામિક વિદ્વાનો અને સહાયક કાર્યકરોનો સમાવેશ થાય છે, જેઓ નોંધે છે કે આ પ્રથા મુસ્લિમ વિશ્વમાં ગરીબી ઘટાડવામાં નિષ્ફળ રહી છે. તેઓ દલીલ કરે છે કે, પૈસાનો વારંવાર બગાડ અને ગેરવહીવટ થાય છે. અહેવાલમાં જણાવાયું છે કે, ઘોર પ્રાંતના રહેવાસીઓ મંત્રાલયના એ દાવાને નકારી કાઢે છે કે તાલિબાન કર ચૂકવણીની માહિતી પ્રદાન કરતું નથી. અહેવાલમાં જણાવાયું છે કે, તાલિબાનની કર વસૂલાતની પ્રક્રિયા ત્યારે શરૂ થઈ જ્યારે સ્થાનિક આતંકવાદીઓએ સ્થાનિક મસ્જિદો અને રહેઠાણોની દિવાલો પર કહેવાતા 'રાત્રીપત્રો' પોસ્ટ કર્યા.
તાલિબાનીઓ બંદૂકના જોરે વસૂલી રહ્યા છે જકાત
મધ્ય અફઘાન પ્રાંતના ખેડૂતોનું એ પણ કહેવું છે કે, તાલિબાન બંદૂકધારીઓએ દસમા ભાગ અને ધર્માદા કર ચૂકવવાની માંગ કરવા માટે રાત્રે તેમના ઘરો પર હુમલો કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો પાસે ચૂકવણી કરવા માટે પૈસા નથી તેમના પરિવારોએ આગામી મહિનાઓમાં માનવતાવાદી સહાય પર વધુ આધાર રાખવો પડશે. તેઓ કહે છે કે, તાલિબાનોએ તેમના પશુઓ પણ જપ્ત કરી લીધા છે. કાબુલમાં તાલિબાનની આગેવાની હેઠળની સરકારના કૃષિ મંત્રાલયનું કહેવું છે કે, તે આવક વધારવા અને દેશની 'આત્મનિર્ભરતા' માટે ખેડૂતો, પશુપાલકો અને નાના બગીચાઓવાળા પાસેથી દાન એકત્રિત કરી રહ્યું છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયન સરકારે ભારત બાયોટેકસ કોવેક્સિનને રસીકરણની સ્થિતિને માન્યતા આપી
આ પણ વાંચો: યુએસ: ભારતીય મૂળના ફાર્મા સીઈઓની ઘરમાં લૂંટના પ્રયાસ બાદ હત્યા