ETV Bharat / international

તાલિબાનના સહ સ્થાપક અબ્દુલ ગની બરાદર ઉર્ફે મુલ્લા ઘાયલ - Taliban-Haqqani group

અફઘાનિસ્તાનમાં તાલિબાની સત્તાનો વિવાદ ધીમે ધીમે વધી રહ્યો છે. ફાયરીંગમાં મુલ્લા બરાદરને ગોળી વાગી છે, જેને લઈને એક નવા વિવાદનો જન્મ થયો છે.

taliban
તાલિબાનના સહ સ્થાપક અબ્દુલ ગની બરાદર ઉર્ફે મુલ્લા ઘાયલ
author img

By

Published : Sep 5, 2021, 12:39 PM IST

ન્યુઝ ડેસ્ક: તાલિબાન-હક્કાની ગ્રુપમાં સત્તાનો વિવાદ થયો હિંસક થયો છે. ફાયરીંગમાં મુલ્લા બરાદરને ગોળી વાગી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન પોતાની સરકારન ગઠનને લઈને વાંરવાર તારીખ પર તારીખ આપી રહી છે. અમેરીકી સેના પરત ફર્યાને પણ ઘણા દિવસો વિતી ગયા છે. પરંતુ તાલિબાન રાજનું રૂપ સ્વરૂપ નક્કી થઈ શક્યું નથી. આની પાછળ તાલિબાન અને હક્કાની ગુટમાં સત્તા સંઘર્ષને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે, આ કારણે સત્તાના ગઠનમાં મોડું થઈ રહ્યું છે. હવે આ સત્તા સંઘર્ષ હવે હિંસામાં ફર્યું છે.

આ પણ વાંચો : જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજે પર્યુષણના ત્રીજા દિવસનું મહત્વ

નેતાઓ વચ્ચે અથડામણ

જો મીડિયા રિપોર્ટસની માનીએ તો હક્કાની ગ્રુપના કેટલાક નેતાઓ અને તાલિબાનના સહ સ્થાપક અબ્દુલ ગની બરાદર ઉર્ફે મુલ્લા બરાદર વચ્ચે ફાયરીંગ થવાના અહેવાલ સામે આવ્યા છે. અફઘાની અહેવા પત્ર મુજબ અનસ હક્કાનીની ગોળીથી મુલ્લા બરાદર ઘાયલ થયા છે, હાલ પાકિસ્તાનમાં તેની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે તાલિબાન અને હક્કાની જૂથ વચ્ચે વધતા વિવાદને સમાપ્ત કરવા માટે પાકિસ્તાને આઈએસઆઈના ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદને કાબુલ મોકલ્યા છે, પરંતુ અત્યાર સુધી તેઓ વિવાદનો અંત લાવવામાં સફળ રહ્યા નથી. હક્કાની ગ્રુપને જોઈએ છે રક્ષામંત્રી સહિતના મહત્વના પદસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાલિબાન રાજમાં હક્કાની ગ્રુપે રક્ષામંત્રી સહિતના મહત્વપૂર્ણ પદ માંગ્યા છે. આ મામલે બન્ને વચ્ચે વિવાદ થયો છે. અને તાલિબાન સરકારના ગઠનમાં મોડું થઈ રહ્યું છે. હક્કાની નેટવર્ક પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સનું પીઠબળ છે. હક્કાની નેટવર્કને અલ કાયદાથી અલગ થયા બાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જૂથ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા નંબર વન નેતા, જૂઓ અપ્રૂવલ રેટિંગ લીસ્ટ

ISI ચીફ ફૈઝ હમીદને કાબુલ મોકલવામાં આવ્યા

આવી સ્થિતિમાં તાલિબાન અને હક્કાની જૂથ વચ્ચેના વિવાદને સમાપ્ત કરવા માટે ISI ચીફ ફૈઝ હમીદને કાબુલ મોકલવામાં આવ્યા છે. ISI પોતાની પસંદગીના હક્કાની જૂથ દ્વારા તાલિબાન સરકાર પર પ્રભુત્વ મેળવવા માંગે છે. એક તરફ તાલિબાન કહી રહ્યું છે કે તેણે કાબુલ જીતી લીધું છે, તો બીજી તરફ હક્કાની નેટવર્ક કહે છે કે તેણે કાબુલ જીત્યું છે. બીજી બાજુ, પાકિસ્તાન તાલિબાન કરતા હક્કાની નેટવર્કની વધુ નજીક છે અને તેની તરફેણમાં સરકાર બનાવવા માંગે છે જેથી પાછળથી તેનો ઉપયોગ ભારત સામે કરી શકે. નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકાએ 20 વર્ષ જૂના અફઘાન યુદ્ધનો અંત લાવીને તેના સૈનિકોને પરત ખેંચી લીધા છે તાલિબાન 15 ઓગસ્ટના રોજ કાબુલમાં ઘૂસણખોરીની કામગીરી વચ્ચે ઘુસી ગયું અને દેશ પર કબજો જમાવ્યો અને તે જ દિવસે અફઘાન સરકાર પડી ગઈ હતી. રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ભાગી ગયા હતા. ચીન, પાકિસ્તાન અને રશિયા જેવા દેશોએ એવા નિવેદનો જારી કર્યા છે જે તાલિબાનના આગમનથી ખુશ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.