ગૃહ યુદ્ધથી શરૂ કરીને આજે વિશ્વયુદ્ધ માટેની રણભૂમિ બનેલા સીરિયામાં ક્યારે અને કોણ હુમલો કરે તે કહી શકાય તેવી સ્થિતિમાં નથી. વર્ષ 2011થી યુદ્ધ ગ્રસીત સીરિયા, ભયંકર હિંસાના હ્રદયદ્રાવક દ્રશ્યો અને જાન-માલના નુકસાનને કારણે ઘણુ સહન કરી રહ્યું છે. તેમાં પણ અમેરીકાના હસ્તક્ષેપને કારણે તેની હાલત વધુ દયનીય બની છે.
તુર્કીના આક્રમણ પહેલા, ઉત્તર સીરિયામાંથી અમેરિકન સૈન્ય પાછા ખેંચવાના અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે, કુર્દ્સ એટલે કે સીરિયામાં તેના પૂર્વ સાથી એક લાચાર પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે. ટ્રમ્પે અગાઉ પણ તુર્કીને કુર્દો સામે જાતે જ લડત આપવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે આ તમામ દેશોએ ખુદ જ સ્થિતિનો સામનો કરવો પડશે. ત્યારે ટ્રમ્પ દ્વારા સાથ છોડી દેવામાં આવેલા કુર્દિશએ, તુર્કીના હુમલા બાદ અસ્તિત્વની કટોકટીથી બચવા માટે સીરિયાના શાસક બશર હાફેઝ અલ-અસદ સાથે સમજૂતી કરી છે.
આ અંતહીન સંઘર્ષના સમાધાન માટે છેલ્લા પાંચ વર્ષથી અમેરીકા કુર્દીશ સૈન્ય સાથે મળીને, ઇસ્લામીક રાજ્યો સામેની લડત અને સીરિયામાં ઈરાન તેમજ રશિયાના પ્રભાવને મર્યાદીત કરવા પર ભાર મુકી રહ્યું છે. જોકે ટ્રમ્પે તુર્કીને ધમકી આપી હતી કે જો તેણે સીરિયાના મામલામાં હદ પાર કરી તો તેની પુરી અર્થ વ્યવસ્થાને બરબાદ કરી દેશે.
છેલ્લા કેટલાક દાયકાઓથી કુર્દ લડાકુઓ, તુર્કીમાં અશાંતિ ફેલાવી રહ્યાં છે. સીરીયામાં કુર્દ અમેરિકાનો સૌથી મોટો સહયોગી છે. તેમને સીરીયન પ્રસિડેન્ટ બશર અલ અસદ અને આઇએસ સામે મોર્ચો માંડ્યો છે, એટલા માટે ટ્રમ્પે તુર્કીને ચેતાવણી આપી છે. પરંતુ હાલમાં જ તુર્કી અને અમેરીકા વચ્ચે એવા કરાર થયા કે કુર્દ ઉગ્રવાદીઓને તુર્કીની સરહદોથી દૂર કરવા અને તુર્કીની પહેલેથી જ કથળેલી અર્થવ્યવસ્થા પર કોઈ અન્ય આર્થિક પ્રતિબંધો ન લાદવામાં આવે. અમેરીકાના આ પગલાથી તુર્કી ખુશ છે. તો બીજી તરફ ટ્રમ્પે ગૌરવ વ્યક્ત કર્યું છે કે માનવતાના રક્ષણ માટે તેનું આ પગલું યોગ્ય છે. પરંતુ હકીકતમાં તો તે ઇસ્લામીક રાજ્યોને આશરો આપતી ગર્ભીત ધમકી છે.
સાત દાયકા પૂર્વે સીરિયાને ફ્રાંસથી આઝાદી મળી હતી. સીરિયામાં કુર્દ, અર્મેનિયન, અસીરિયન, ક્રીશચ્યન, શીયા, સુન્ની વગેરે મિશ્ર સમુદાયો વસે છે. કુર્દીશની વિશેષતા એ છે કે તેઓ સૌથી મોટો સમુદાય છે અને તેમ છતાં તેમની પાસે પોતાનો અલગ દેશ નથી. ઇરાન, તુર્કી, ઇરાક, સીરિયા, અર્મેનિયા તેમજ લગભગ 17 લાખ જેટલા ઉત્તર સીરિયામાં વસે છે. વર્ષ 2011 માં કેટલાક દેશોમાં જન વિરોધની જ્વાળાઓ ઉઠી હતી, જેણે સીરિયાને હચમચાવી નાંખ્યું અને ગૃહ યુદ્ધની સ્થિતીનું નિર્માણ થયું. જ્યારે વિરોધીઓએ અસાદની સત્તાને ડોલાવવા માટે વિરોધ પ્રદર્શનો કર્યા ત્યારે સીરિયન સરકારે તેનું ક્રુર દમન કર્યું. જોકે અરબ લીગ, યુરોપ, તુર્કી, અમેરીકા, ઇઝરાયલ જેવા દેશોએ ઉગ્રવાદીઓનું સમર્થન કર્યુ હતું. કપરી પરિસ્થિતિમાં રહેલી સીરિયન સરકારને ઈરાનના રણનીતિક વરિષ્ઠ અધિકારીઓ, હજારો હિઝબોલ્લાહ ગિરિલાઓનો શારીરિક ટેકો અને રશિયાના હવાઇ હુમલાઓથી ઘણું સમર્થન મળ્યું હતું.
શીત યુદ્ધ દરમિયાન અમેરિકા અને સોવિયત યુનિયન દ્વારા ઘડવામાં આવેલા રાજકીય ત્રાટકની જેમ હાલમાં સીરિયા પણ આ જ અશાંતિનો સામનો કરી રહ્યું છે. અસદે ધમકી આપી હતી કે જો વિદેશી દેશો આ મામલે દખલગીગી કરશે તો તે રસાયણીક શસ્ત્રોનો ઉપયોગ કરશે. સીરિયાની અશાંતિ મામલે સંયુક્ત રાષ્ટ્રો અને વિશ્વના અન્ય દેશોએ ખેદ વ્યક્ત કર્યો પરંતુ તેનાથી વધુ કંઇ જ ન કર્યું. ક્ષણિક લાભો માટે અમેરિકાએ લીધેલા ઉતાવળા નિર્ણયોને કારણે આ સમસ્યાઓ ઉભી થઈ છે. પહેલા તો કુર્દ લોકો અને સીરિયન ડેમોક્રેટીક ફોર્સને અમેરીકાએ શસ્ત્ર સહાય આપી, જેથી તેઓ આઇએસના ઉગ્રવાદને નાબુદ કરી શકે. જેના પગલે આઇએસના હજારો ઉગ્રવાદીઓને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. કુર્દ લોકો પાસેથી પોતાનો મતલબ કઢાવી લીધા બાદ, ટ્રમ્પે એકદમ યુટર્ન લીધો અને તુર્કીને સમર્થન આપવાનું શરૂ કર્યું. અંકારાએ કુર્દ ઉગ્રવાદીઓ પર હવાઇ હમલા કરી બૉમ્બ વર્ષા કરવાનું શરૂ કર્યું.
તુર્કીની ઇચ્છા છે કે તેની સરહદથી 50 કિલોમીટર પહોળો એસડીએફ મુક્ત બફર ઝોન આવે. જો આની કબૂલ કરવામાં આવે તો, કુર્દ સૈન્ય તેના નિયંત્રણ હેઠળ રહેલા આઈએસ સૈનિકોને મુક્ત કરે અથવા આઈએસ જો તાકાત મેળવે અને તેનું કતલ ફરી શરૂ કરે તો શું થશે? મોટા દેશોની શાશ્વત હત્યાકાંડ તરફ દોરી જતા રાજકીય દ્રષ્ટિકોણના કારણે અનેક ત્રાસ ગુલામ ફેલાવવામાં આવ્યા છે. તુર્કી ઇચ્છે છે કે તેની સરહદ પર સીરિયન ડેમોક્રેટીક ફોર્સથી મુક્ત 50 કિલોમીટર પહોળો બફર ઝોન એટલે કે મધ્યવર્તી ક્ષેત્ર હોય. જો તેની આ ઇચ્છા પૂર્ણ થાય તો શું કુર્દ ચુપચાપ બેસશે? જો કુર્દ સૈન્ય પોતાના કબજામાં રહેલા આઇએસ ઉગ્રવાદીઓને છોડી મુકશે તો શું થશે? અથવા જો આઇએસ ફરી તાકતવર બની નરસંહાર શરૂ કરશે તો શું થશે? મોટા દેશોના નેતાઓની અલ્પદ્રષ્ટીયુક્ત અને કપટી રાજનીતિને કારણે કેટલીક અશાંતિ ફેલાઇ રહી છે જેનું પરિણામ ભારે ભયંકર આંતરિક વિખવાદ તરફ દોરી જાય છે.