જેરૂસલેમ: મોટી સંખ્યામાં વિરોધ કરનારાઓ જેઓ યુવાન છે, તેઓ મધ્યમ વર્ગ સાથે જોડાયેલા છે અને રાજકારણમાં તેઓએ ઓછો ભાગ લીધો છે. તેઓ વડાપ્રધાન નેતન્યાહૂ વિરુદ્ધ રેલીઓમાં ભાગ લઈ રહ્યાં છે. તેઓને લાગે છે કે નેતન્યાહૂનું કથિત ભ્રષ્ટ શાસન અને કોરોના વાઈરસ સામે કામ કરવાની તેમની પદ્ધતિઓએ યુવાનોના ભાવિને અંધકારમાં ધકેલી દીધું છે.
જેરુસલેમ સ્થિત થિંક ટેન્ક અને ઇઝરાઇલ ડેમોક્રેસી ઇન્સ્ટિટ્યૂટના સંશોધનકાર, પ્રદર્શન આંદોલનમાં નિષ્ણાંત, તામર હરમેને કહ્યું, "વિરોધ કરનારાઓ મુખ્યત્વે મધ્યમ વર્ગના છે. તેઓ બેરોજગાર બની ગયા છે."
સોફટવેર નિષ્ણાત અને નેતન્યાહૂના વિરોધમાં સામેલ 25 વર્ષીય શાચર ઓરેને કહ્યું કે, "તે માત્ર કોવિડ-19 કટોકટી અને તેની સાથે સરકારના વ્યવહારની રીતથી સંબંધિત નથી. પરંતુ તે લોકો સાથે પણ સંબંધિત છે, જે ખોરાક અને જીવનની અન્ય આવશ્યક જરૂરિયાતોને પૂરી કરવામાં અસક્ષમ છે.
ઘણા યુવા પ્રદર્શનકારીઓ ક્યાં તો નોકરી ગુમાવી છે અથવા તે તેમના ભવિષ્યને લઈને ચિંતિત છે. તેઓ વડાપ્રધાનની સામે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને નેતન્યાહૂ સામે સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે. તે જ સમયે, નેતન્યાહૂએ વિરોધીઓને "ડાબેરીઓ" અથવા "અરાજકવાદીઓ" કહીને બરતરફ કરવાનો પ્રયાસ કર્યો છે.આ દાવા હોવા છતાં, કોઈ પણ વિરોધી પક્ષ આ પ્રદર્શનનું આયોજન કરે તેવા સંકેત નથી. મોટા ભાગના દેખાવોમાં કોઈ નેતાઓ સામેલ નથી.
ઇઝરાઇલમાં રાજકીય વિરોધની લાંબી પરંપરા છે. પછી ભલે તે શાંતિ તરફી કાર્યકરો હોય, અથવા વેસ્ટ બેન્કના લોકો હોય અથવા અતિ-રૂઢિવાદી યહુદીઓ. દેખાવોની નવી તરંગ ખૂબ વ્યાપક, મુખ્ય પ્રવાહની અપીલ લાગી રહી છે. બેરોજગારીમાં વધારો થતાં નેતન્યાહુ અને તેના હરીફ બેન્ની ગાંત્ઝે મે મહિનામાં 34 કેબિનેટ મંત્રીઓ સાથે ગઠબંધન કર્યું હતું. આ દેશના ઇતિહાસમાં સૌથી મોટી સરકાર છે. ગઠબંધન પાસે બજેટ સમાધાન કરવામાં માત્ર બે અઠવાડિયા બાકી છે, નહીં તો દેશ ચોથી ચૂંટણી તરફ આગળ વધશે. મતભેદો એટલા વધી ગયા છે કે આ અઠવાડિયે કેબિનેટની બેઠક રદ કરવી પડી હતી.