ETV Bharat / international

પાકિસ્તાને જ તાલિબાનને બનાવ્યું અને પૈસા આપ્યા, તાલિબાન પાકિસ્તાનના પરમાણું હથિયારો પર કરી શકે છે કબજોઃ બ્રિટનના પૂર્વ કમાન્ડર - The Taliban in power in Afghanistan

અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનના બીજી વખત કબજા પછી વિશ્વભરના દેશો અને રક્ષા નિષ્ણાતોએ ચિંતા જાહેર કરી છે. આ સાથે જ તેમણે ક્ષેત્રની શાંતિ માટે આ એક મોટો ખતરો ગણાવ્યો છે. આ તમામની વચ્ચે બ્રિટિશ સેનાના પૂર્વ કમાન્ડર રિચર્ડ કેમ્પે વિશ્વને ચેતવીને કહ્યું છે કે, તાલિબાન પાડોશી દેશ પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર કબજો કરી શકે છે.

author img

By

Published : Aug 17, 2021, 11:09 AM IST

  • અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાને (Taliban) બીજી વખત કબજો કરતા વિશ્વભરના રક્ષા નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી
  • બ્રિટિશ સેનાના પૂર્વ કમાન્ડર રિચર્ડ કેમ્પે (Richard Camp, former commander of the British Army) પણ વિશ્વને આપી ચેતવણી
  • તાલિબાન (Taliban) પાડોશી દેશ પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર કબજો કરી શકે છેઃ બ્રિટિશ સેનાના પૂર્વ કમાન્ડર (former commander of the British Army)

યેરુશલમઃ બ્રિટનની સેનાના પૂર્વ કમાન્ડરે (former commander of the British Army) સોમવારે દાવો કર્યો હતો કે, તાલિબાન પાકિસ્તાનના સમર્થન વગર પોતાનું અભિયાન શરૂ નહતું કરી શકતું. અથવા અફઘાનિસ્તાનમાં જીત ન મેળવી શકત. પૂર્વ કમાન્ડરે આ વાત અંગે ચિંતા વ્યક્ત કરી છે કે, જેહાદી તત્ત્વ પાકિસ્તાનમાં પરમાણું હથિયારો પર નિયંત્રણ હાંસલ કરી રહ્યા છે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે ત્યાંના નેતા જ જવાબદાર છેઃ Joe Biden

પાકિસ્તાને તાલિબાનને બનાવ્યું, પૈસા આપ્યાઃ બ્રિટિશ સેનાના પૂર્વ કમાન્ડર

યેરૂશલમમાં આવેલા બિનનફાકારી સંગઠન 'મીડિયા સેન્ટ્ર્લ' દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં બ્રિટિશ સેનાના પૂર્વ કમાન્ડર કર્નલ રિચર્ડ કેમ્પે (Richard Camp, former commander of the British Army) કહ્યું હતું કે, પાકિસ્તાને તાલિબાનને બનાવ્યું, તાલિબાનને પૈસા આપ્યા અને તાલિબાનને સમર્થન આપ્યું. કેમ્પે અફઘાનિસ્તાન અને ઈરાક સહિત વિશ્વના સંકટગ્રસ્ત ક્ષેત્રોમાં સૈનિકોની આગેવાની કરી છે. કેમ્પે કહ્યું હતું કે, તાલિબાન પાકિસ્તાન વગર 20 વર્ષ સુધી કાયમ નહતું રહી શકતું. અથવા પોતાનું અભિયાન નહતું ચલાવી શકતું, જેનાથી તેણે જીત મેળવી છે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પૈસાથી ભરેલા હેલિકોપ્ટર સાથે છોડ્યો હતો દેશ : મીડિયા રિપોર્ટ

પાકિસ્તાનની પાડોશમાં જેહાદી રાષ્ટ્ર બનવું એ તેના માટે ખતરોઃ બ્રિટિશ સેનાના પૂર્વ કમાન્ડર

બ્રિટિશ સેનાના પૂર્વ કમાન્ડરે દાવો કર્યો હતો કે, પાકિસ્તાનના પાડોશમાં જ જેહાદી રાષ્ટ્રને કાયમ થયું તેમના માટે મોટો ખતરો હશે. અફઘાનિસ્તાનમાં અભિયાન દરમિયાન કે તાલિબાનની જીતના ખતરા પછી અમે જે સૌથી મોટા ખતરા પર વિચાર કર્યો. તેમાં પાકિસ્તાનમાં કેટલાક પરમાણુ હથિયાર કેન્દ્રો પર તેમના નિયંત્રણની આશંકા કે તેમના સુધી પહોંચ સ્થાપિત થવી સામેલ છે. તેમણે ઈરાન, ચીન અને રશિયા પર પણ તાલિબાનને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે ભારતને ક્ષેત્રમાં એક સંભાવિત દેશ ગણાવ્યો હતો, જે અફઘાનિસ્તાનમાં રચનાત્મક ભૂમિકા નિભાવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.