- હૈતીમાં ઓઈલ ટેન્કર પલટી જતાં તેમાં વિસ્ફોટ
- કેપ હૈતીયનમાં મધ્યરાત્રિ પછી વિસ્ફોટ થયો
- આ અકસ્માતથી સમગ્ર દેશ શોકમાં
કેપ-હૈતીયન: હૈતીમાં ઓઈલ ટેન્કર(fuel tanker explodes in Haiti) પલટી જતાં તેમાં વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 75 લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી. કેપ હૈતીયનમાં મધ્યરાત્રિ પછી વિસ્ફોટ થયો, જેના કલાકો પછી તેની દ્વારા અથડાયેલી ઇમારતો અને વાહનો હજુ પણ સળગી રહ્યાં છે.
ડેપ્યુટી મેયર પેટ્રિક અલ્મોનરે કહ્યું કે જે બન્યું તે ભયાનક
અગ્નિશામકોએ દાઝી ગયેલા મૃતદેહોને સફેદ ચાદરથી ઢાંકી દીધા અને ટ્રકમાં ભરી દીધા. કેપ-હૈતીના ડેપ્યુટી મેયર પેટ્રિક અલ્મોનરે (Cape-Haitian Deputy Mayor Patrick Almoner) કહ્યું કે જે બન્યું તે ભયાનક છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં 75 લોકોના મોત થયા છે. હૈતીના આ બીજા સૌથી મોટા શહેરમાં હોસ્પિટલો સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. તે જ સમયે, 15 સળગેલા લોકોને રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સ એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
હૈતી ઇંધણની તીવ્ર અછતથી ઝઝૂમી રહ્યું
વડા પ્રધાન એરિયલ હેનરીએ (Prime Minister Ariel Henry)ટ્વિટ કર્યું કે આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની યાદમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે. આ અકસ્માતથી સમગ્ર દેશ શોકમાં છે. ઓઇલ ટેન્કર વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે હૈતી ઇંધણની તીવ્ર અછત અને તેની કિંમતોમાં સતત વધારાની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે.
આ પણ વાંચોઃ ઇન્ડોનેશિયાના સમુદ્રમાં આવ્યો 7.3 તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર