ETV Bharat / international

દવા માટે ઈઝરાયલના PMએ વ્યક્ત કર્યો આભાર, મોદીએ કહ્યું- અમે મિત્રો માટે તત્પર

વડાપ્રધાન મોદીએ નેતન્યાહુના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોરોના મહામારી સામે આપણે સાથે મળીને લડવાનું છે. ભારત પોતાના મિત્રોની સંભવ દરેક મદદ કરવા તત્પર છે. ઈઝરાયલના લોકોની સલામતી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.

ETV BHARAT
દવા માટે ઈઝરાયલના PMએ વ્યક્ત કર્યો આભાર, મોદી બોલ્યા-અમે મિત્રો માટે તત્પર
author img

By

Published : Apr 10, 2020, 12:07 PM IST

યરુશલમઃ વડાપ્રધાન મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોરોના મહામારી સામે આપણે સાથે મળીને લડવાનું છે. ભારત પોતાના મિત્રોની સંભવ દરેક મદદ કરવા તત્પર છે. ઈઝરાયલના લોકોની સલામતી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.

આ અગાઉ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ મલેરિયા માટેની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન સહિત 5 ટન સામગ્રી મોકલવા માટે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. હાઈડ્રોક્સીક્લોરોક્વીનને કોરોના વાઇરસની સારવાર માટે અસરકારક માનવામાં આવે છે.

નેતન્યાહૂએ ગુરુવાર સાંજે ટ્વીટ કર્યું હતું કે, ઈઝરાયલને ક્લોરોક્વીન આપવા માટે આભાર, મારા પરમ મિત્ર નરેન્દ્ર મોદી. ઈઝરાયલના તમામ નાગરિકો તમારો આભાર વ્યક્ત કરે છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે એક વિમાન કોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે દવાની સામગ્રી લઇને ઈઝરાયલ પહોંચ્યું હતું. ત્યારબાદ ઈઝરાયલના વડાપ્રધાને ગુરુવારે ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.

5 ટન આ માલમાં ક્લોરોક્વીન અને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા બનાવવાની સામગ્રી પણ સામેલ છે. આ દવાને હવે સમગ્ર દુનિયામાં કોરોનાના દર્દીઓની સારવાર તરીકે જોવામાં આવે છે.

આ જીવલેણ રોગે ઈઝરાયલમાં અંદાજે 10,000 લોકોને પોતાની ઝપેટમં લીધા છે અને 86 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત અન્ય 121 લોકો વેન્ટિલેટર્સ પર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.