જેરુસલેમ: સોમવારે મોડી રાત્રે ઈઝરાયેલના ભૂમધ્ય સમુદ્ર કિનારે ઉત્તરી શહેર હાઈફા નજીક નૌકાદળનું હેલિકોપ્ટર ક્રેશ(Navy Helicopter Crashes in Israel) થતાં બે ઈઝરાયેલી પાઈલટ માર્યા ગયા હતા. ઈઝરાયેલની સેનાએ(Israeli Air Force) આ જાણકારી આપી છે. સેનાએ મંગળવારે વહેલી સવારે કહ્યું કે, હેલિકોપ્ટર ટ્રેનિંગ ફ્લાઇટ માટે ઉડાન ભર્યા બાદ ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઈઝરાયેલમાં હેલિકોપ્ટરનો ઉપયોગ તાત્કાલિક રોકવાનો આદેશ
સેનાએ કહ્યું કે બચાવ કાર્ય બાદ બે પાયલટોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ જાણવામાં આવી રહ્યું છે. ઈઝરાયેલી વાયુસેનાએ ક્રેશ થયેલા હેલિકોપ્ટરની શ્રેણીમાં તમામ તાલીમ ઉડાનો અને તમામ હેલિકોપ્ટરનો ઉપયોગ તાત્કાલિક રોકવાનો(Order to Stop the use of Helicopter) આદેશ આપ્યો છે.
મૃત્યુ પાયલોટાના પરિવારજનોને અકસ્માત અંગે જાણ કરી
આ ઉપરાંત તાજેતરમાં ભારતમાં પણ તમિલનાડુના કુન્નુર વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશની ધટના ધટી હતી. જેમાં ભારતીય ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 12 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે ફરી ઈઝરાયેલમાં હેલિકોપ્ટર ક્રેશમાં બે પાઈલટ મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, પાયલોટના(Two Pilots Killed in Israeli Helicopter Crash) પરિવારજનોને અકસ્માત અંગે જાણ કરવામાં આવી છે
આ પણ વાંચોઃ કઈ રીતે હમાસ ઈઝરાયેલ માટે એક પડકાર બન્યું ?
આ પણ વાંચોઃ Helicopter Joy Rides: અમદાવાદમાં શરૂ કરાઈ હેલિકોપ્ટર જોય રાઈડ્સ, રાજ્યપ્રધાન પૂર્ણેશ મોદીએ કરાવ્યો પ્રારંભ