ઇઝરાયલ: કોરોનાનો પ્રકોપ દુનિયાના 180 દેશમાં ફેલાયો છે. આ તકે વાઇરસે મોટી માત્રામાં લોકોને ઝપેટમાં લીધા છે. જેમાં ઇઝરાયલ પણ સામેલ છે. ઇજરાયલના સ્વાસ્થ્ય પ્રધાન અને તેના પત્નિ કોરોનાથી સંક્રમિત છે. આ તકે હાલમાં બંને લોકો આઇસોલેશન હેઠળ છે.
ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારના રોજ કહ્યું કે, ઇઝરાયલના સ્વાસ્થ્ય પ્રધાન અને તેની પત્નીને કોરોના વાઇરસ થયો છે અને હાલમાં તે આઇસોલેશનમાં તમામ દિશા નિર્દેશોનું પાલન કરે છે.
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ખાસ 71 વર્ષીય યાકોવ લિત્જમેન હંમેશા વડાપ્રધાનની સાથે કોરોના વાઇરસના અપડેટમાં જોવા મળતા હોય છે.