- ઇઝરાયેલે ગાઝાની બહુમાળી ઇમારતો પર કર્યો હવાઈ હુમલો
- અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસની કચેરીઓ નષ્ટ
- અલ-જઝિરા ન્યૂઝ નેટવર્ક દ્વારા બિલ્ડિંગ પરના હુમલાનું લાઈવ પ્રસારણ
ગાઝા સ્ટ્રીપઃ ઇઝરાઇલ આર્મીના હવાઇ હુમલામાં શનિવારે ગાઝા શહેરમાં એક બહુમાળી ઇમારત નષ્ટ થઈ હતી. જેમાં એસોસિએટેડ પ્રેસ અને અન્ય મીડિયા સંસ્થાઓની કચેરીઓ રાખવામાં આવી હતી. ઇઝરાઇલી સૈન્યના આ તાજેતરના પગલાને ઉગ્રવાદી સંગઠન હમાસ સાથે ચાલી રહેલી લડતના સંબંધમાં ગાઝાની ભૂમિ-સ્તરની માહિતીને ખુલ્લા પાડતા અટકાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. હુમલો સૈન્યએ મકાન ખાલી કરાવવાનો આદેશ કર્યાના એક કલાક પછી કર્યો હતો. આ બિલ્ડિંગમાં રહેણાંક એપાર્ટમેન્ટ્સ ઉપરાંત એપી, અલ-જઝિરા અને અન્ય સંસ્થાઓની કચેરીઓ હતી.
આ પણ વાંચોઃ પૂર્વી મ્યાનમારમાં સૈન્યના હવાઇ હુમલા બાદ હિંસા વધુ તીવ્ર, 510 પ્રદર્શનકારીઓના મોત
અલ-જઝિરા ન્યૂઝ નેટવર્ક દ્વારા બિલ્ડિંગ પરના હુમલાનું લાઈવ પ્રસારણ
આ હુમલાને કારણે 12 માળની બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ હતી. આ મકાનને કેમ નિશાન બનાવવામાં આવ્યું? તે અંગે કોઈ તાત્કાલિક સમજૂતી મળી નથી. જ્યાં બિલ્ડિંગમાં મીડિયા સંસ્થાઓની કચેરીઓ હતી ત્યાં બપોરના હુમલો પૂર્વે ઇઝરાઇલી સેનાએ બિલ્ડિંગના માલિકને બોલાવ્યો અને તેને નિશાન બનાવવાની ચેતવણી આપી હતી. આ પછી એપી અન્ય કર્મચારી અને લોકોએ તાત્કાલિક ઈમારત ખાલી કરાવ્યું હતું. કતર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા અલ-જઝિરા ન્યૂઝ નેટવર્ક દ્વારા બિલ્ડિંગ પરના હુમલા અને તેના ધરાશયી જીવંત પ્રસારણ કરવામાં આવ્યા હતા.
હવાઈ હુમલામાં 10 ફલસ્તીનિયોના મોત
આ હુમલા પહેલા ઓછામાં ઓછા 10 ફલસ્તીનિયોના મોત થયા છે, જેમાંના મોટાભાગના બાળકો હતા. શનિવારે વહેલી સવારે ગાઝા સિટીમાં ઇઝરાઇલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ગાઝાના આતંકવાદી હમાસ શાસકોએ લડવાનું શરૂ કર્યું ત્યારથી ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા આ લોકોની સંખ્યા સૌથી વધુ છે.
આ પણ વાંચોઃ સીરિયા શાસનનો હવાઈ હુમલો, 20 લોકોના મોત
અરબ અને યહૂદીઓની મિશ્ર વસ્તીવાળા શહેરોમાં દૈનિક હિંસા
જેરુસલેમમાં ગયા મહિને શરૂ થયેલો આ સંઘર્ષ મોટા પાયે ફેલાયો છે. અરબ અને યહૂદીઓની મિશ્ર વસ્તીવાળા ઇઝરાયલી શહેરોમાં દૈનિક હિંસા જોવા મળી રહી છે. ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઇ દરમિયાન ફલીસ્તીનિયોએ પણ પશ્ચિમ કાંઠે બહોળા પ્રમાણમાં પ્રદર્શન કર્યું હતું અને સેંકડો વિરોધીઓ ઇઝરાઇલી સૈન્ય સાથે કેટલાંક શહેરોમાં અથડાયા હતા. આ સમય દરમિયાન ઇઝરાઇલ સેનાની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 11 લોકોનો મોત થયા હતા.
સોમવારની રાતથી હમાસે ઇઝરાઇલ પર સેંકડો રોકેટ ચલાવ્યાં છે. ગાઝામાં ઓછામાં ઓછા 139 લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં 39 બાળકો અને 22 મહિલાઓનો સમાવેશ થાય છે.