ETV Bharat / international

ઈન્ડોનેશિયામાં મેરાપી પર્વતમાં જ્વાળામુખી ફાટ્યો, 250 જેટલા લોકોને કરોયા સ્થળાંતરિત

ઈન્ડોનેશિયાના મેરાપી પર્વતમાળામાં જ્વાળામુખી (Mount Merapi volcano in Indonesia) ફાટી નીકળ્યો હતો. આકાશમાં ધુમાડાના ગાઢ વાદળો છવાઈ ગયા હતા. આસપાસના ગામો અને નગરોમાં રાખની ચાદર ફેલાઈ ગયેલી જોવા મળી હતી.

ઈન્ડોનેશિયામાં  મેરાપી પર્વતમાં જ્વાળામુખી ફાટ્યો, 250 જેટલા સ્થાનિકોને કરાયા સ્થળાંતરિત

author img

By

Published : Mar 10, 2022, 2:59 PM IST

યોગ્યકાર્તા (ઇન્ડોનેશિયા): ઇન્ડોનેશિયાના મેરાપી પર્વતમાં જ્વાળામુખી (Mount Merapi volcano in Indonesia) ફાટી નીકળ્યા બાદ ધુમાડાના ગાઢ વાદળોએ આકાશને આવરી લીધું હતું. આસપાસના ગામો અને નગરોમાં રાખની ચાદર ફેલાઈ ગઈ હતી. જ્વાળામુખી ફાટ્યા બાદ લગભગ 250 સ્થાનિક લોકોને વિશ્રામગૃહોમાં ખસેડવામાં આવ્યા (The locals were moved to rest houses) છે. આમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યાં નથી.

આ પણ વાંચો:Ukraine Russia invasion :યુક્રેન દ્વારા રશિયન મેજર જનરલની હત્યા, અહેવાલમાં દાવો

ગીચ વસ્તીવાળા ટાપુ પર મધ્યરાત્રિ પહેલા અને પછી ઓછામાં ઓછા સાત વખત વિસ્ફોટ થયો

નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહારી (Abdul Muhari, spokesman for the National Disaster Mitigation Agency) એ એક નિવેદનમાં કહ્યું હતું કે, જાવા ની ગીચ વસ્તીવાળા ટાપુ પર મધ્યરાત્રિ પહેલા અને પછી ઓછામાં ઓછા સાત વખત વિસ્ફોટ થયો (Exploded seven times) હતો અને "પાયરોક્લાસ્ટિક" પ્રવાહ (ખડક, લાવા અને ગેસનું મિશ્રણ), જે લગભગ પાંચ કિલોમીટરમાં ફેલાઈ ગયો હતો.

આ પણ વાંચો:પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું મૃત્યુ, દૂતાવાસમાંથી મળી લાશ

જ્વાળામુખી ફાટવાનો અવાજ કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હતો

જ્વાળામુખી ફાટવાનો અવાજ કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હતો. તેમણે કહ્યું હતું કે, મેરાપી પર્વત પર જ્વાળામુખીના ખતરાને ધ્યાનમાં રાખીને 253 લોકોને યોગકર્તા પ્રાંતના ગ્લાઘર્જો અને ઉમ્બુલહાર્જો ગામો અને મધ્ય જાવાના ક્લેટેન જિલ્લાના વિશ્રામગૃહોમાં ખસેડવામાં આવ્યા હતા. મુહરીએ કહ્યું કે જ્વાળામુખી ફાટવાથી નીકળતી રાખ નજીકના ઘણા ગામો અને નગરોમાં ફેલાઈ ગઈ હતી. જો કે હજુ સુધી આમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.