- ભારત અને તાલિબાન વચ્ચે દોહામાં બેઠક યોજાઇ
- બેઠકમાં ભારતીયોની સુરક્ષા સહિત અનેક મુદ્દા પર બંન્ને વચ્ચે ચર્ચા
- અફઘાનિસ્તાનમાંથી ભારતીયોની વાપસીને લઇને પણ ચર્ચા
નવી દિલ્હી: તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા બાદ દરરોજ ભયાનક ઘટનાઓ અફઘાનિસ્તાનમાં બની રહી છે. ત્યારે અફઘાનિસ્તાન અને તાલિબાનની દૂનિયાભરમાં ચર્ચા થઇ રહી છે, ત્યારે પ્રથમવાર સતાવાર રીતે ભારત અને તાલિબાન વચ્ચે દોહામાં મંગળવારના રોજ બેઠક થઇ હતી. આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સહિત અનેક મુદ્દા પર બંન્ને વચ્ચે ચર્ચા થઇ હતી. આ વાતની જાણકારી ભારત સરકારે આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે તાલિબાન નેતા એસ.એમ. અબ્બાસ સ્તાનિકજઇ સાથે મુલાકાત કરી હતી અને અફઘાનિસ્તાનમાંથી ભારતીયોની વાપસીને લઇને પણ ચર્ચા કરાઇ હતી.
આ પણ વાંચો: તાલિબાન માન્યતા મેળવવા માટે 'ઇન્ડિયા કાર્ડ' રમે છેઃ નિષ્ણાત
તાલિબાનના પક્ષની વિનંતી બાદ ભારતીય દૂતાવાસમાં બેઠક યોજાઇ
વિદેશ મંત્રાલયે કહ્યું કે, તાલિબાનના પક્ષની વિનંતી બાદ આ બેઠક દોહા સ્થિત ભારતીય દૂતાવાસમાં કરવામાં આવી છે. બંન્ને વચ્ચે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીઓને લઇને ચર્ચા કરાઇ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, બેઠક અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમની વાપસી પર ચર્ચા થઇ હતી. અફઘાનિસ્તાન નાગરિકોમાં ખાસ કરીને લઘુમતીઓ જે ભારત આવવા માગે છે તેમને લઇને પણ ચર્ચા થઇ હતી. ભારતીય રાજદૂત મિત્તલે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ ન કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કોઇ પણ પ્રકારે આતંકવાદનું સમર્થન આપનાર કોઇ પણ ગતિવિધિનું અફઘાનિસ્તાનની ધરતી પરથી સમર્થન ન મળે.
તાલિબાનનો ભયાનક ચહેરો સામે આવ્યો
અફઘાનિસ્તાન અને તાલિબાનની દૂનિયાભરમાં ચર્ચા થઇ રહી છે લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. આ વચ્ચે તાલિબાનનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. જેના પરથી ખ્યાલ આવે છે તાલિબાનના રાજમાં મહિલાઓ જ નહી પણ સમલૈંગિક સમુદાયના લોકો પણ ખતરામાં છે.
આ પણ વાંચો: વિજય બાદ તાલિબાની લડવૈયાઓ એમ્યુઝમેન્ટ પાર્કમાં માણી રહ્યા છે આનંદ, વીડિયો વાયરલ
અફઘાનિસ્તાનના રાજધાની કાબુલમા અમાનવિય ઘટના
ડેઇલી મેઇલના રિપોર્ટ અનુસાર કેટલાક તાલિબાનીઓએ એક ગે શખ્સ સાથે મારપીટ કરી હતી અને બાદમાં તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. બાદમાં તાલિબાનીઓએ તે વ્યક્તિ પાસેથી તેના પિતાનો મોબાઇલ નંબર લીધો અને તેમને જણાવ્યું કે, તમારો દીકરો સમલૈંગિક છે. આ સમગ્ર ઘટના અફઘાનિસ્તાનના રાજધાની કાબુલમા બની હતી.