યરૂશલમ: ભારત અને ઇઝરાઇલ વચ્ચે સાયબર એટેકનો સામનો કરવા પરસ્પર સહયોગ વધારવાનો કરાર થયો છે. કોરોના વાઇરસ મહામારી દ્વારા સર્જાયેલા નવા સંજોગોમાં, ડિજિટાઇઝેશનની પ્રક્રિયા ઝડપી થઈ છે અને આનાથી વર્ચ્યુઅલ વિશ્વ માટે પણ નવા જોખમો ઉભા થયા છે.
ઇઝરાઇલમાં ભારતના રાજદૂત સંજીવ સિંગલા અને રાષ્ટ્રીય સાયબર નિર્દેશાલયના ડાયરેક્ટર જનરલ યિગલ ઉન્નાએ બુધવારે આ સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. ઉન્નાએ કહ્યું કે, વૈશ્વિક સાયબર પડકારોનો સામનો કરવા અને ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
તેમણે કહ્યું કે, કોવિડ-19 મહામારીએ ડિજિટાઇઝેશનની પ્રક્રિયાને વેગ આપ્યો છે. આ સાથે, અનેક પડકારો પણ સામે આવ્યા છે જેથી સાયબરનો ખતરો પણ વધ્યો છે. તેથી, સાયબર સિક્યુરિટી સિસ્ટમ્સ અને સેવાઓને ઝડપી ટ્રેક કરવાની જરૂર છે.
ઉન્નાએ કહ્યું કે, ઇઝરાઇલ પોતાના અનુભવ દ્વારા આ ક્ષેત્રમાં ફાળો આપી શકે છે. જેથી સાયબર એટેકનો સામનો કરવા માટે ભારતને સારો લાભ મળશે.