ETV Bharat / international

IMFએ અફઘાનિસ્તાનની ઇમરજન્સી રિઝર્વમાં પહોંચ અટકાવી - તાલિબાન

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ 460 મિલિયન ડોલરના મૂલ્યના ઇમરજન્સી રિઝર્વમાં અફઘાનિસ્તાનની પહોંચને રોકવાની જાહેરાત કરી છે કારણ કે તાલિબાનના દેશ પર અંકુશ દેશના ભવિષ્ય માટે અનિશ્ચિતતા ધરાવે છે. આ નિર્ણય બિડેન વહીવટીતંત્ર દ્વારા તાલિબાન સુધી અનામત ન પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે દબાણના પગલે લેવામાં આવ્યો હતો.

imf
IMFએ અફઘાનિસ્તાનની ઇમરજન્સી રિઝર્વમાં પહોંચ અટકાવી
author img

By

Published : Aug 19, 2021, 10:42 AM IST

  • અફઘાનિસ્તાન પર IMFએ લગાવી રોક
  • 706 અરબ ડોલરની સંપત્તિ ફ્રિજ કરવામાં આવી
  • તાલિબાન ફરી એક વાર બનશે કંગાળ

વોશિંગ્ટન: બંદુક અને હિંસાના જોરે અફઘાનિસ્તાન પર કબ્જો મેળવનાર તાલિબાનને હવે એક પછી એક ઝટકા મળવાના શરૂ થઈ ગયા છે. ભલે 20 વર્ષ બાદ તાલિબાન અફઘાનિસ્તાનની ધરતી પર ફરી પગપેસારો કર્યો છે, પણ તે પાછુ કંગાળ બની જશે. અમેરીકા દ્વારા 706 અરબ રૂપિયાની સંપત્તિ ફ્રિજ કરવા બાદ આતંકી સંગઠન તાલિબાનને વધુ એક ઝટકો લાગ્યો છે. IMF એટલે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે તાલિબાનના અફઘાનિસ્તાનને પોતાના સંસાધનના ઉપયોગ પર રોક લગાવી દીધી છે.

IMFએ લગાવ્યા પ્રતિબંધ

સમાચાર એજન્સી ANIના મીડિયા રીપોર્ટના માધ્યમથી જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનના સત્તા પર આવાની સાથે પાબંદીઓ લગાવવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે IMFએ કહ્યું કે તાલિબાના કબ્જા વાળુ અફઘાનિસ્તાન હવે IMFના કોઈ સંસાધનનો ઉપયોગ નહી કરી શકે અને તેને કોઈ મદદ પણ નહીં મળે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે 460 મિલિયન અમેરીકી ડોલર એટલે 46 કરોડ ડોલર (3416.43 કરોડ રૂપિયા) કટોકટી આરક્ષિત સુધી અફઘાનિસ્તાનની પહોંચને બ્લોક કરવાની ઘોષણા કરી છે કારણ કે, દેશ પર તાલિબાનનું નિયંત્રણે અફઘાનિસ્તાનના ભવિષ્યને લઈને અનિશ્ચિતતા પેદા કરી છે.

આ પણ વાંચો : રાજ્યમાં 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

કેશ આપૂર્તી પર રોક

ન્યુયોર્ક ટાઈમ અનુસાર , જો બાઈડેન પ્રસાશનના દબાણ બાદ IMFએ આ નિર્ણય લીધો છે. IMFના ભંડાર સુધી તાલિબાનની પહોંચ રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા મંગળવારે અમેરીકાએ અફઘાનિસ્તાનના સેંટ્રલ બેન્કમાંથી લગભગ 9.5 કરોડ ડોલર એટલે કે 706 અરબ રૂપિયાથી વધુની સંપત્તિ ફ્રિજ કરી દીધી હતી. પૈસા તાલિબાનના હાથમાં ન આવે તે માટે અમેરીકાએ અફઘાનિસ્તાનને કેસની આપૂર્તી પર પણ રોક લગાવી છે.

સેન્ટ્રલ બેન્કની સંપત્તિ તાલિબાન માટે ઉપલબ્ધ નહીં હોય

પાકિસ્તાની વેબ સાઈટ ડોનએ ધ વોશિંગ્ટન પોસ્ટના માધ્યમથી જણાવ્યું કે, " અમેરીકી ટ્રેજરી સચિવ જેનેટ યેલેન અને ટ્રેજરીના વિદેશી સંપત્તિ નિંયત્રણ કાર્યાલયના કર્મચારીઓના ખતાઓને ફ્રિજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બ્યુમર્ગની રીપોર્ટ અનુસાર, એક અમેરીકી અધિકારીએ આ અંગે પુષ્ટી કરી છે. અધિકારીએ જણાવ્યું કે, "અમેરીકામાં અફઘાન સરકારના સેંટ્રલ બેન્કની કોઈ પણ સંપત્તિ તાલિબાન માટે ઉપલબ્ધ નહીં હોય અને આ સંપત્તિ ટ્રેજરી વિભાગની પ્રતિબંધિત સૂચીમાં રહેશે.

આ પણ વાંચો : Muharram 2021: શા માટે કરાય છે મોહરમની ઉજવણી? જાણો તાજીયાનું શું છે મહત્વ

અન્ય એક્શન પણ લેવામાં આવશે

રીપોર્ટની માનીએ તો, આ કાર્યવાહી પહેલા અમેરીકી વિદેશ વિભાગ અને વ્હાઈટ હાઉસ સાથે ચર્ચા કરવામાં આવી હતી. બાઈડેન પ્રસાશન તાલિબાન પર દબાણ બનાવવા માટે અન્ય એક્શન પર પણ વિચાર કરી રહ્યા છે. તાલિબાન પર IMF પ્રતિબંધ એટલે તે હવે કોઈ પણ ફંડનો ઉપયોગ નહી કરી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.