બેરૂત: વિશાળ વિસ્ફોટના એક મહિના બાદ ગુરુવારે બેરૂત બંદર પર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેનાથી રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. હજું સ્પષ્ટ થયું નથી કે, આગ કયા કારણથી લાગી હતી.
આ ઉપરાંત આગની જ્વાળાઓ સાથે બંદરમાંથી કાળા ધૂમાડાઓના ગોટા દૂર-દૂર સુદી નજરે પડ્યા હતા.
તમને જણાવી દઇએ કે, 4 ઓગસ્ટના દિવસે વિસ્ફોટમાં 190થી વધુ લોકો માર્યા ગયા હતા અને આશરે 6,500 લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત લેબેનોનની રાજધાનીમાં હજારો મકાનોને નુકસાન પહોંચ્યું હતું. એક મહિના બાદ બીજી મોટી આગની ઘટના સામે આવી છે. જેને લઇને રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ આગ એક ટાયરના ગોડાઉનમાં લાગી છે અને ફાયર ફાયટર આગ પર કાબૂ મેળવી રહ્યા છે.