બગદાદઃ ઇરાકમાં કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીને કારણે ઉદ્ભવેલા આર્થિક સંકટની વચ્ચે ગુપ્તચર એજન્સીના પૂર્વ પ્રમુખ મુસ્તફા અલ-કદીમીએ દેશના વડા પ્રધાન તરીકેના શપથ લીધા હતા.
સંસદ સત્રમાં 255 સાંસદોએ ભાગ લીધો હતો અને ઇરાકના વડા પ્રધાન તરીકે મુસ્તફા અલ-કદીમીના નામનો પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જેથી દેશમાં પાંચ મહીનાથી ચાલી રહેલા નેતૃત્વનું સંકટ પુરું થઇ જાય.
કદીમીને જ્યારે વડા પ્રધાન પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, ત્યારે તેમણએ ગુપ્તચર પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું હતું, તેમણે એવા સમયમાં વડા પ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો છે. જ્યારે તેલની આવક ઘટતી હોય ત્યારે ઇરાક અભૂતપૂર્વ સંકટનો સામનો કરે છે.
અધિવેશન દરમિયાન સાંસદોને સંબોધિત કરતા કદિમીએ કહ્યું હતું કે, આ સરકાર આપણા દેશને સામનો કરી રહેલા સામાજિક, આર્થિક અને રાજકીય સંકટને પહોંચી વળવા માટે આવી છે. આ સરકાર સમસ્યાઓનું સમાધાન કરશે, કટોકટી વધારશે નહીં.