ETV Bharat / international

દુબઈમાં પ્રતિબંધો હટાવ્યા પછી ગુરૂદ્વારા ખુલ્યું

UAEમાં પૂજા સ્થળોએ કોવિડ-19ને કારણે લાદવામાં આવેલી પ્રતિબંધોમાં છૂટછાટ બાદ અહીં સુરક્ષા નિયમો સાથે અને નિયત સમય માટે ગુરૂદ્વારા ખોલવામાં આવ્યા છે. ગુરૂદ્વારામાં આવતા શ્રદ્ધાળુઓ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ગુરૂદ્વારા
ગુરૂદ્વારા
author img

By

Published : Jul 5, 2020, 9:35 PM IST

દુબઇ: દુબઇમાં ગુરૂ નાનક દરબાર ગુરૂદ્વારા 110 દિવસ બાદ શ્રદ્ધાળુઓ માટે ફરી વખત ખોલવામાં આવ્યા છે. UAEમાં પૂજા સ્થળોએ કોવિડ-19ને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોમાં રાહત મળ્યા બાદ અહીં સુરક્ષા નિયમો સાથે અને નિયત સમય માટે ગુરૂદ્વારા ખોલવામાં આવ્યા છે.

ગુરૂદ્વારાના પ્રમુખ સુરિંદર સિંઘ કંધારીએ જણાવ્યું હતું કે, દુબઇની કમ્યુનિટિ ડેવલપમેન્ટ ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ શનિવારે ગુરૂદ્વારા ખોલવામાં આવ્યા હતા. સવારે અમે ગુરૂદ્વારાના દ્વાર ફરી ખોલ્યા, એ સુખદ અનુભુતિ હતી. લોકો શિસ્તનું પાલન કરે છે. તેમને સામાજિક અંતરના નિયમોનું પાલન કર્યું હતું, તેમજ ઘણો સહકાર આપ્યો હતો. લોકો ઘણા ખુશ હતા, અમે ગુરૂદ્વારામાં પ્રવેશ કરતા લોકોની આંખોમાં આંસુ જોઈ શક્યા હતા.

ગુરૂદ્વારા આવતા શ્રદ્ધાળુમાટે સમય મર્યાદા

શનિવાર અને ગુરૂવાર- સવારે 9 થી સાંજ 9:30 સુધી અને સાંજે 6 થી સાંજના 6:30 કલાક સુધી માત્ર દર્શન માટે ગુરૂદ્વારા ખુલશે. શુક્રવારે ગુરૂદ્વારા બંધ રહેશે. ગુરૂદ્વારા ખુલ્યા બાદ શનિવારે સવારે લગભગ 250 લોકોએ અહીં શિશ ઝુકાવ્યું હતું.

12 વર્ષથી ઓછી ઉંમરના અને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. સાવચેતીના ભાગરૂપે ભક્તોએ માસ્ક અને મોજા પહેરવાના રહેશે તેમજ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો, સેનિટાઇઝિંગ ટનલમાંથી પસાર થવું, શરીરનું તાપમાન તપાસવું અને સામાજિક અંતરનાં ધોરણોનું પાલન કરવું ફરજીયાત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.