ETV Bharat / international

ઈઝરાઈલ અને ન્યૂયોર્કમાં ફસાયેલા ભારતીયોને લઈને વિશેષ વિમાન રવાના થયું

લોકડાઉનને કારણે ઘણા ભારતીય વિવિધ દેશોમાં ફસાયેલા છે. આવી સ્થિતિમાં, વિશેષ વિમાન ન્યુ યોર્કથી 115 અને ઈઝરાયલથી 300 ભારતીય સાથે પરત ફરશે.

air india
એર ઈન્ડિયા
author img

By

Published : May 27, 2020, 11:43 AM IST

ઈઝરાયલ/ ન્યુ યોર્ક: કોવિડ-19ના ફેલાવાને ધ્યાનમાં રાખીને લોકડાઉન લાગુ કરવાને કારણે બે મહિના કરતા વધુ સમયથી ઈઝરાયલમાં ફસાયેલા 115 ભારતીયોને લઈને એર ઈન્ડિયાના વિમાને પરત ફરવા ઉડાન ભરી હતી. જ્યારે યુએસમાં ફસાયેલા 300 ભારતીય નાગરિકો ન્યૂ યોર્કથી ખાસ વિમાન મારફતે ભારત આવવા રવાના થયા છે.

ઈઝરાયલથી આવનારા વિમાનમાં વિદ્યાર્થીઓ, સગર્ભા સ્ત્રીઓ, નેપાળી નાગરિકો અને દિલ્હીમાં નિમણૂક કરાયેલા પાંચ ઈઝરાયલી રાજદ્વારીઓનો સમાવેશ થાય છે. વિમાન આંતરરાષ્ટ્રીય સમય અનુસાર રાતના એક વાગ્યે ઉપડ્યું.

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 140માં સવાર 121 પ્રવાસીમાંથી 85 લોકો મંગળવારે જ દિલ્હીથી કોચી જશે. જેમાં મોટાભાગના લોકોએ હોમ ક્વોરેન્ટાઈન માટે ઇચ્છા વ્યક્ત કરી છે. ઈઝરાયલમાં ભારતના રાજદૂત સંજીવ સિંગલાએ જણાવ્યું કે, આ ખૂબ જ મુશ્કેલ સમય છે, અને વંદે ભારત અભિયાન ઈઝરાયલના અમારા વિદ્યાર્થીઓ અને સેવા કર્મચારીઓ સુધી પહોંચવાના ભારતના પ્રયત્નોમાંથી એક છે.

સિંગલાએ જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ગૃહ મંત્રાલય, ઈઝરાયલના વિદેશ મંત્રાલય અને દૂતાવાસે વિવિધ કારણોસર આપણાં ફસાયેલા લોકોને ઘરે પરત લાવવા માટે તમામ સંભવિત પગલાં લીધાં છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ સંબંધિત પ્રતિબંધોને કારણે વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ભારત સરકારે 7 મેથી વંદે ભારત અભિયાન શરૂ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.