- તાલિબાનોએ અફઘાન પોલીસ પ્રમુખની રસ્તા વચ્ચે ગોળીઓથી કરી હત્યા
- હત્યાનો વીડિયો ટ્વીટર પર વાયરલ થયો
- તાલિબાને પશ્ચિમી અફઘાનિસ્તાનના ફરાહ પ્રાંતમાં 340 રાજનીતિક કેદિઓને પણ છોડ્યા છે
કાબૂલ: એક અફઘાન પોલીસ પ્રમુખને તાલિબાન દ્વારા સમૂહ સામે આત્મસમર્પણ કર્યા બાદ બેહરમીથી મારી નાખ્યો હતો. ટ્વીટર પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં હાજી મુલ્લા અચકજઇને બતાવવામાં આવ્યો છે, જે હેરાતમાં બગદીસ પ્રાંતમાં પોલીસનું નેતૃત્વ કરી રહ્યા હતા. ન્યૂ યોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, ક્લિપમાં જોવા મળતા વ્યક્તિની આઁખો પર પટ્ટી બાંધેલી છે. આ ગોળીઓ મારતા પહેલા બેસી ગયો હતો. ગોળી વાગ્યા બાદ તે જમીન પર પડી ગયો હતો.
આ પણ વાંચો- કાબુલ એરપોર્ટમાં ભાગદોડના કારણે 7 અફઘાનીઓના મોત
તાલિબાને મહિલાઓ સહિત બધા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને કામ પર જવા કહ્યું
ઉલ્લેખનિય છે કે, અફઘાન સરકારી અધિકારીઓ માટે તાલિબાન દ્વારા મંગળવારે ઘોષિત સાર્વજનિક માફી બાદ સામે આવ્યો છે. તાલિબાને મહિલાઓ સહિત બધા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને કામ પર જવા કહ્યું હતું.
આતંકવાદી સમૂહે તાલિબાન સંબંધિત નેટવર્કના માધ્યમથી વીડિયો કર્યો શેર
આતંકવાદી સમૂહે તાલિબાન સંબંધિત નેટવર્કના માધ્યમથી વીડિયો પણ શેર કર્યો છે. અફઘાન સુરક્ષા સલાહકાર નાસિર વજીરી, જે અચકજઇને વ્યક્તિગત રીતે ઓળખે છે, તેમણે જણાવ્યું કે, આ વીડિયો ક્લિપ અન્ય પોલીસ અધિકારીઓ અને સરકારી અધિકારીઓ દ્વારા સત્યાપિત કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે,તાલિબાને પશ્ચિમી અફઘાનિસ્તાનના ફરાહ પ્રાંતમાં 340 રાજનીતિક કેદિઓને પણ છોડવામાં આવ્યા છે.
તાલિબાનના નિયંત્રણથી લોકોને દેશ છોડવાની ફરજ પડી
અફઘાનિસ્તાન દાયકાઓમાં તેના સૌથી ખરાબ કટોકટીનો સામનો કરી રહ્યું છે કારણ કે, તાલિબાનના નિયંત્રણથી લોકોને દેશ છોડવાની ફરજ પડી હતી. તેઓ તાલિબાન દ્વારા કરવામાં આવેલા અત્યાચારથી ડરે છે. તાલિબાનથી બચવા માટે અફઘાન કાબુલ એરપોર્ટ પર ભેગા થયા છે, જે હાલમાં અમેરિકી સૈનિકોના નિયંત્રણ હેઠળ છે.
આતંકવાદીઓ કાબુલના રસ્તાઓ પર લોકોને એરપોર્ટમાં પ્રવેશતા અટકાવે છે
આતંકવાદીઓ કથિત રીતે બળનો ઉપયોગ કરીને કાબુલના રસ્તાઓ પર લોકોને એરપોર્ટમાં પ્રવેશતા અટકાવે છે. તાલિબાન અંકુશિત એરપોર્ટ અને તેની આસપાસની પરિસ્થિતિ સતત ખરાબ થતી જાય છે.
આ પણ વાંચો- કાબુલથી પરત આવતા લોકોને એરપોર્ટ પર આપવામાં આવી વેક્સિન
કેટલાક દેશોએ તેમના રાજદ્વારી કર્મચારીઓને દેશમાંથી બહાર કાઢ્યા છે
આતંકવાદી જૂથે અફઘાનિસ્તાનની રાજધાની પર અંકુશ મેળવવાનો દાવો કર્યા પછી, કેટલાક દેશોએ તેમના રાજદ્વારી કર્મચારીઓને દેશમાંથી બહાર કાઢ્યા છે. અફઘાનિસ્તાન છોડવાના ભયાવહ પ્રયાસમાં કાબુલ એરપોર્ટ પર હજારો લોકો ભેગા થયા. વિશ્વ અફઘાનિસ્તાનમાં સામે આવી રહેલી સ્થિતિને નજીકથી જોઇ રહ્યું છે.