ETV Bharat / international

સાઉદી અરેબિયાના આભા એરપોર્ટ પર ડ્રોન હુમલો, 8 ઈજાગ્રસ્ત - સાઉદી અરેબિયાના આભા એરપોર્ટ પર ડ્રોન હુમલો

સાઉદી અરેબિયાના આભા એરપોર્ટ પર ડ્રોન હુમલામાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. છેલ્લા 24 કલાકમાં આભા એરપોર્ટ પર આ પ્રકારનો બીજો હુમલો છે.

સાઉદી અરેબિયાના આભા એરપોર્ટ પર ડ્રોન હુમલો

author img

By

Published : Aug 31, 2021, 5:55 PM IST

  • સાઉદી અરેબિયામાં વધુ એક વખત ડ્રોન હુમલો
  • હુમલામાં અત્યાર સુધીમાં 8 લોકો ઈજાગ્રસ્ત
  • અત્યાર સુધી કોઈએ જવાબદારી સ્વિકારી નથી

રિયાધ (સાઉદી અરેબિયા): દક્ષિણ પશ્ચિમ સાઉદી અરેબિયાના આભા એરપોર્ટ પર એક ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. જેમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. છેલ્લા 24 કલાકમાં આભા એરપોર્ટ પર આ પ્રકારનો બીજો હુમલો છે. પ્રથમ હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હજુ સુધી કોઈએ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. સાઉદી સ્ટેટ ટીવીએ અહેવાલ આપ્યો છે કે, ડ્રોન હુમલામાં એક નાગરિક વિમાનને પણ નુકસાન થયું છે.

સાઉદી અરેબિયાના આભા એરપોર્ટ પર ડ્રોન હુમલો, 8 ઈજાગ્રસ્ત

આંતરિક સંઘર્ષના કારણે હુમલો થયો હોઈ શકે

સ્પુટનિકના અહેવાલ મુજબ, હૌતી લશ્કરી અધિકારીઓએ વારંવાર સાઉદી અરેબિયાના લક્ષ્યો પર ડ્રોન હુમલાની જવાબદારી સ્વીકારી છે. સરકારી દળો અને બળવાખોરો વચ્ચે આંતરિક સંઘર્ષ ચાલુ હોવાથી છેલ્લા ઘણા મહિનાઓથી સાઉદી પ્રદેશ હૌતી વિદ્રોહીઓના નિશાના પર છે. રિયાધ 2015થી યેમેન સરકારને ટેકો આપી રહ્યો છે.

રવિવારના હુમલામાં 30 સૈનિકો માર્યા ગયા

રવિવારે લહાજ પ્રાંતના અલ-અનાદ એરબેઝ પર મિસાઈલ અને ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા 30 સૈનિકો માર્યા ગયા હતા. અરબ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, સાઉદી અરેબિયાએ યમનના દક્ષિણમાં મુખ્ય લશ્કરી મથક પર હૌતી લશ્કર દ્વારા શરૂ કરાયેલા હુમલાની સખત નિંદા કરી હતી, જેમાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.