એક અફઘાન મહિલાએ અફઘાનિસ્તાનથી ઇવેક્યુએશન ફ્લાઇટમાં એક બાળકીને જન્મ આપ્યો. બાળકીનું નામ 'ઈવા' રાખવામાં આવ્યું હતું. તુર્કી મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
30 હજાર ફૂટ ઉંચાઈએ આપ્યો બાળકીને જન્મ
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાં કોઈ ડોક્ટર હાજર ન હતા, જેના કારણે 26 વર્ષીય અફઘાન સોમન નૌરીએ 30,000 ફૂટની ઉંચાઈએ ટર્કિશ એરલાઈન્સના સ્ટાફની મદદથી બાળકને જન્મ આપ્યો હતો. સોમન નૂરી અને તેના પતિને કાબુલથી દુબઈ, સંયુક્ત આરબ અમીરાત લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ બર્મિંગહામની ફ્લાઇટમાં બેઠા હતા.
દંપતિ જઈ રહ્યું હતું દુબઈ
શુક્રવારે રાત્રે પ્લેન ઉડાન ભર્યાના થોડા સમય પછી, સોમને પ્રસૂતિ પીડા શરૂ થઈ અને ક્રૂ મેમ્બર્સની મદદથી તેણે એક બાળકીને જન્મ આપ્યો. સાવચેતી રૂપે ફ્લાઈટ કુવૈતમાં ઉતરાણ કરી હતી. માતા અને બાળક યુકેની મુસાફરી માટે પૂરતા સ્વસ્થ જોવા મળ્યા હતા.