ETV Bharat / international

Kabul Airport પરથી આવતી-જતી તમામ ફ્લાઈટ્સ આગામી સૂચના સુધી રદ

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી કાબુલ એરપોર્ટ (Kabul airport) પર સ્થિતિ ખૂબ જ ગંભીર છે. કેટલાક લોકો જીવ બચાવવા વિમાન પર લટકી રહ્યા છે. તો વિમાનમાં ઠસોઠસ લોકોને ભરી ત્યાંથી કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે નેશનલ સિવિલ એવિએશન ઓથોરિટી (National Civil Aviation Authority- NCAA)એ એક નિવેદન જાહેર કરી કાબુલ એરપોર્ટ (Kabul airport)થી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ આગામી સૂચના સુધી સ્થગિત કરી દીધી છે.

Kabul Airport પરથી આવતી-જતી તમામ ફ્લાઈટ્સ આગામી સૂચના સુધી રદ
Kabul Airport પરથી આવતી-જતી તમામ ફ્લાઈટ્સ આગામી સૂચના સુધી રદ
author img

By

Published : Aug 24, 2021, 1:55 PM IST

  • કાબુલ એરપોર્ટ (Kabul airport) પરથી આવતી-જતી તમામ ફ્લાઈટ્સ સ્થગિત
  • નેશનલ સિવિલ એવિએશન ઓથોરિટીએ (National Civil Aviation Authority- NCAA) આગામી સૂચના સુધી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી
  • અફઘાનિસ્તાનથી ભાગવાની ઈચ્છા ધરાવતા લોકોની ભીડ ઉમટી રહી હોવાથી ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી

નવી દિલ્હીઃ નેશનલ સિવિલ એવિએશન ઓથોરિટીએ (National Civil Aviation Authority- NCAA) એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ આગામી સૂચના સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કારણ કે, અફઘાનિસ્તાનથી ભાગવાની ઈચ્છા ધરાવતા લોકોની ભીડ ઉમટી રહી છે.

આ પણ વાંચો- અમેરિકાની સેનાને અફઘાનિસ્તાનમાં રોકવાના સમર્થનમાં બ્રિટેન સહિત કેટલાક દેશ, પરંતુ તાલિબાન આપી રહ્યું છે ધમકી

પ્રવાસીઓને અગ્રિમરૂપથી સૂચિત કરાશે

એક સમાચાર એજન્સીએ ફેસબુક પેજ પર પ્રકાશિત થયેલા નિવેદનના સંદર્ભમાં કહ્યું હતું કે, હામિદ કરઝઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Hamid Karzai International Airport) પર તમામ ફ્લાઈટ્સ આગામી સૂચના સુધી સ્થગિત છે. દેશ અને વિદેશના વિવિધ ક્ષેત્રોમાં ઉડાન ભરવા માગતા પ્રવાસીઓને અગ્રિમ રૂપથી સૂચિત કરવામાં આવશે. જ્યારે ફ્લાઈટ્સ ફરીથી શરૂ થશે. એરપોર્ટમાં ભીડ અને અશાંતિથી બચવા માટે આ ઉપાય કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Kabul Airport પર હુમલાખોરો અને અફઘાન સૈનિકો વચ્ચે અથડામણ, 1 અફઘાની સૈનિકનું મોત

અફઘાન ઉડ્ડયન અધિકારી ફ્લાઈટ્સ શરૂ કરવા મહેનત કરી રહ્યા છે

આ નિવેદનમાં ભાર આપવામાં આવ્યો છે કે, અફઘાન ઉડ્ડયન અધિકારી કાબુલ એરપોર્ટ (Kabul airport)થી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને ઝડપથી શરૂ કરવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે. કાબુલ એરપોર્ટ પર સ્થિતિ ત્યારથી જ તણાવપૂર્ણ બની છે. જ્યારથી તાલિબાની આતંકવાદીઓ કાબુલમાં ઘુસી ગયા. 15 ઓગસ્ટે કેટલાક કલાકોની અંદર જ અફઘાની રાજધાની પર તાલિબાનોએ કબજો કરી લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.