સઉદી અરબના પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલે 5 લોકોને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે. પરંતુ આ મામલમાં 2 આરોપીએને દોષમુકત જાહેર કરવામાં આવ્યા છે. સરુદી અરબના લોક અભિયોજકે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, અદાલતે હત્યા કેસમાં 5 લોકોને ફાંસીની સજા સંભળાવી છે.
હત્યામાં 11 આરોપી હતા. જેમાંથી 5ને ફાંસીની સજા, 3ને 24 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી છે. જમાલ ખશોગી સઉદીના જાણીતા પત્રકાર હતા. તેમની ઈસ્તાંબુલમાં સઉદી અરબના વાણીજન્ય દૂતાવાસમાં હત્યા કરવામાં આવી હતી.
આ ઘટના પર તુર્કીના અધિકારીઓનો આક્ષેપ હતો કે, દૂતાવાસની અંદર જ સઉદીના અધિકારીઓએ જમાલની હત્યા કરી છે. સઉદી સરકારે આ આરોપનું ખંડન કર્યુ છે.