ઈકવાડોરના આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન કરતા જૂલિયન અસાંજેને રાજનૈતિક શરણ આપવાને ગેરકાયદે જાહેર કરાયો હતો. તેને બ્રિટિશ પોલીસે ઈક્વોડોરિયન દુતાવાસમાંથી ધરપકડ કરી લીધી છે. જૂલિયન અસાંજેને દુતાવાસની બહાર કાઢી નાખવામાં આવ્યો હતો. ઈક્વાડોરના રાજદૂતે બ્રિટિશ પોલીસના દુતાવાસમાં બોલાવી અને તે પછી પોલીસે જૂલિયન અસાંજેની ધરપકડ કરી હતી.
યૌન ઉત્પીડનના એક મામલામાં સ્વીડન પ્રત્યાર્પણ કરવાથી બચવા માટે અસાંજે છેલ્લા 7 વર્ષથી દુતાવાસમાં શરણ લઈ રહ્યો હતો. અમેરિકાના કેટલાય ગોપનીય(ખાનગી) દસ્તાવેજોને સાર્વજનિક કરનાર અસાંજે લંડન સ્થિત ઈક્વાડોરના દુતાવાસમાં વર્ષ 2012થી રહેતા હતા. જો કે ત્યાર પછી તેની વિરુદ્ધ મામલાને પાછો લઈ લેવામાં આવ્યો હતો.
મેટ્રોપોલિટન પોલીસે કહ્યું છે કે, તેમને(જૂલિયન અસાંજેને) અટકમાં લઈ લેવામાં આવ્યા છે. અને તેમને ઝડપથી વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની અદાલતમાં રજૂ કરવામાં આવશે. જૂલિયન અસાંજેને પોલીસ દ્વારા જબરજસ્તીથી ઈક્વાડોરિયન દુતાવાસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તે દરમિયાન અસાંજે પોલીસની કાર્યવાહીનો વિરોધ કરતા જોવા મળ્યા હતા.

સંસદ સભ્ય સાજિદ જાવિદે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ઈક્વાડોરિયન દુતાવાસમાં અંદાજે 7 વર્ષ સુધી શરણ લીધા પછી તેની પોલીસે ધરપકડ કરી છે, તેને હું પુષ્ટિ આપી રહ્યો છું. હવે તે લંડનમાં કાયદાનો સામનો કરશે. હું તેના માટે ઈક્વાડોર અને મેટ્રોપોલિટન પોલીસનો આભાર વ્યક્ત કરું છું. કાયદાથી ઉપર કોઈ નથી.”