પેરિસ: પત્રકારોની સ્વતંત્રતા અને માહિતીના અધિકારને સુરક્ષિત રાખવા માટે કામ કરતા બિન સરકારી સંગઠન "રિપોટર્સ વિધાઉટ બોર્ડર્સે" ચેતવણી આપી છે કે, કોરોના વાઈરસ વિશ્વભરમાં પત્રકારોની સ્વતંત્રતા માટે જોખમી છે.
પ્રેસની સ્વતંત્રતાની વૈશ્વિક યાદીમાં ઉત્તર કોરિયા સૌથી નીચે છે. 180 દેશો અને પ્રદેશોની રેન્કિંગમાં 2019 સુધીમાં નોર્વે ટોચ પર છે. આ યાદીમાં ભારત 142, પાકિસ્તાન 145 અને ચીન 177 મા ક્રમે છે. અમેરિકાની પ્રેસની સ્વતંત્રતાને સંતોકજનક ગણાવી છે. આ યાદીમાં અમેરિકા 45મા સ્થાન પર છે.