ETV Bharat / international

Ukraine Russia invasion : અમેરિકાએ રશિયા માટે એરસ્પેસ બંધ કરી, જાણો બાઈડને કહેલી 10 મોટી વાતો - રશિયન રાષ્ટ્રપતિ પુતિન

US પ્રમુખ જો બાઈડને (US President Joe Biden addressed) તેમના પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન (State of the Union) સંબોધનમાં રશિયાની આક્રમકતાનો સામનો કરવા અને US ફુગાવાને નિયંત્રિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Ukraine Russia invasion : અમેરિકાએ રશિયા માટે એરસ્પેસ બંધ કરી, જાણો બાઈડન વિશે 10 મોટી વાતો

author img

By

Published : Mar 2, 2022, 10:19 AM IST

Updated : Mar 2, 2022, 10:42 AM IST

વોશિંગ્ટન: US પ્રમુખ જો બાઈડને (US President Joe Biden addressed) રશિયાયુક્રેન કટોકટી વચ્ચે તેમના પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયનના (State of the Union) સંબોધનમાં રશિયાની આક્રમકતાનો સામનો કરવા અને US ફુગાવાને નિયંત્રિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હોવાથી બાઈડનના ભાષણનું મહત્વ વધી ગયું છે. રાષ્ટ્રપતિએ પણ પોતાના ભાષણની શરૂઆત યુક્રેન સંકટના મુદ્દાથી કરી હતી. તેમણે ગૃહની ચેમ્બરમાં હાજર સાંસદોને ઉભા થવા અને યુક્રેનના (Russia Ukraine War) લોકોની ભાવનાને સલામ કરવા કહ્યું. આ પછી તમામ સાંસદો ઉભા થઈ ગયા હતા.

સંસદના તમામ સભ્યોને ગૃહમાં આમંત્રિત કરવામાં આવ્યા

બાઈડને જણાવ્યું હતું કે, "અમારા સમગ્ર ઇતિહાસમાં આપણે જે પાઠ શીખ્યા છે તે એ છે કે, જ્યારે સરમુખત્યારો તેમની આક્રમકતા માટે કિંમત ચૂકવતા નથી, ત્યારે તેઓ વધુ અરાજકતા ફેલાવવાનું વલણ ધરાવે છે." બાઈડને જાહેરાત કરી હતી કે, US રશિયન એરક્રાફ્ટ માટે તેની એરસ્પેસ બંધ કરી રહ્યું છે અને કહ્યું હતું કે, અન્ય શિક્ષાત્મક પગલાં સાથે આ પગલું રશિયાને નબળું પાડશે. કોવિડ-19 વૈશ્વિક મહામારી ફાટી નીકળ્યા પછી આ પ્રથમ વખત હતો જ્યારે સંસદના તમામ સભ્યોને ગૃહમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.

રશિયન રાષ્ટ્રપતિ પુતિને એક સ્વતંત્ર દેશનો પાયો હલાવવાનો પ્રયાસ કર્યો

ભાષણ પહેલા એમપી વોલ ડેમિંગ્સે કહ્યું કે, 'મને લાગે છે કે આ દેશમાં દરેક વ્યક્તિ જાણે છે કે વિશ્વમાં જે પણ થાય છે તેની અહીં સીધી અસર પડે છે.' બાઈડને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિને (Russian President Putin) એક સ્વતંત્ર દેશનો પાયો હલાવવાનો પ્રયાસ કર્યો. તેમના પ્રયાસોને યોગ્ય જવાબ મળી રહ્યો છે. તેઓ (પુતિન) યુક્રેનના લોકોનો સામનો કરી રહ્યા છે. યુક્રેનના લોકોએ આ સંકટ સમયે જબરદસ્ત હિંમત બતાવી છે.

આ પણ વાંચો: WAR 7th Day : રશિયા અને યુક્રેન વચ્ચે આજે બીજા રાઉન્ડની થશે વાતચીત

યુક્રેનને કચડી નાખવાની પુતિનની આગાહી ખોટી પડી.

યુક્રેનને (Russia Ukraine War) કચડી નાખવાની પુતિનની આગાહી ખોટી પડી. પુતિને જાણી જોઈને હુમલો (Ukraine Russia invasion) કર્યો છે. તેમને તેની કિંમત ચૂકવવી પડશે. તેણે જે પ્રકારની આક્રમકતા દાખવી છે તેનો જવાબ યુક્રેન સામે આપવામાં આવશે. અમારી સેના યુદ્ધમાં ભાગ નહીં લે પરંતુ યુક્રેનને મદદ કરશે. અમેરિકા યુક્રેનની સાથે છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સહયોગીઓ સામૂહિક તાકાત સાથે નાટો પ્રદેશના દરેક ઇંચની રક્ષા કરશે. યુક્રેનિયનો હિંમતથી લડી રહ્યા છે. પુતિનને યુદ્ધના મેદાનમાં ફાયદો થઈ શકે છે, પરંતુ તે લાંબા ગાળે કિંમત ચૂકવશે.

પુતિન ક્યારેય યુક્રેનના લોકોના દિલ પર રાજ નહીં કરી શકે : US પ્રમુખ જો બાઈડન

યુક્રેન પર રશિયાના હુમલાનો ઉલ્લેખ કરતા બાઈડને કહ્યું કે, "પુતિન ટેન્ક વડે કિવને ઘેરી શકે છે, પરંતુ તે ક્યારેય યુક્રેનના લોકોના દિલ પર રાજ નહીં કરી શકે." તે મુક્ત વિશ્વના સંકલ્પને ક્યારેય નબળો પાડશે નહીં. US પ્રમુખ જો બાઈડને તેમના પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં, રશિયાની આક્રમકતાનો સામનો કરવા અને યુએસ ફુગાવાને નિયંત્રિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે કહ્યું, અમારી અર્થવ્યવસ્થાએ ગયા વર્ષે અમેરિકામાં 6.5 મિલિયનથી વધુ નવી નોકરીઓનું સર્જન કર્યું. પહેલા કરતાં એક વર્ષમાં વધુ નોકરીઓનું સર્જન થયું.

રશિયા અને યુક્રેન વચ્ચે ઘેરાયેલું સંકટ વધુ

રશિયા યુક્રેન સંકટ વચ્ચે US પ્રમુખ જો બાઈડને આજે બુધવાર તેમના પ્રથમ સ્ટેટ ઑફ ધ યુનિયનને સંબોધિત કરી રહ્યા છે. તેમનું સંબોધન મહત્વનું છે, કારણ કે આ સંબોધન એવા સમયે થશે. જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે સંકટ વધુ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. અમેરિકા આ ​​સંકટને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે.

આ પણ વાંચો: પરમાણું એલર્ટને લઈને UNGAએ તુરંત સીઝફાયરના રાખી આશા

રશિયાના હુમલાથી યુક્રેન હચમચી ગયું

રશિયાના હુમલાથી યુક્રેન હચમચી ગયું છે. આ સાથે રશિયન સેનાનો 40 માઈલનો કાફલો કિવ નજીક પહોંચી ગયો છે. રશિયન સેનાએ કહ્યું કે, તે યુક્રેનની રાજધાની કિવમાં વહીવટી ઇમારતો પર હુમલો કરશે. તેથી સેનાએ નજીકના વિસ્તારોમાં રહેતા નાગરિકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી છે. યુદ્ધને રોકવા માટે ચાલી રહેલી વાટાઘાટોનો અંત વાટાઘાટોના વધુ રાઉન્ડ પરના કરાર સાથે જ સમાપ્ત થયો છે. તાજેતરમાં અમેરિકાએ નાટો વિસ્તારના પૂર્વ ભાગમાં 5,000 વધારાના સૈનિકો મોકલ્યા છે. યુક્રેન પર રશિયાના હુમલાથી અમેરિકા, બ્રિટન સહિત ઘણા શક્તિશાળી દેશો ચિંતિત અને નારાજ છે. આજે બની શકે છે કે બાઈડને પોતાના સંબોધનમાં રુસો-યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન આપી શકે છે.

બાઈડન વિશે 10 મોટી બાબતો જાણો

  • અમેરિકાએ રશિયા સામે એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી.
  • બાઈડને રશિયા પર નિશાન સાધતા કહ્યું કે, રશિયાએ યુક્રેન પર કોઈપણ કારણ વગર હુમલો કર્યો, આ યુદ્ધ ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે.
  • ઘણા પ્રતિબંધો રશિયાની અર્થવ્યવસ્થાને બરબાદ કરશે અને તેના માટે રાષ્ટ્રપતિ પુતિન જવાબદાર હશે.
  • પુતિને યુક્રેનના પાયાને હલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે માત્ર ત્યાંની સેના જ નહીં પરંતુ યુક્રેનના લોકોનો સામનો કરી રહ્યા છે.
  • અમેરિકી દળો રશિયા સામે યુદ્ધ નહીં લડે પરંતુ તેમને મદદ કરશે.
  • કોઈને નાટોની જમીન પર કબજો કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  • સરમુખત્યારને તેના આક્રમણની કિંમત ચૂકવવી પડી છે.
  • અમેરિકાએ યુરોપિયન યુનિયનની સાથે ઘણા આર્થિક પ્રતિબંધો લાદ્યા છે.
  • અમેરિકા યુક્રેનને 100 મિલિયન ડોલરની આર્થિક સહાય આપશે.
  • કોવિડ-19 રોગની તપાસ સરળ બનશે.

Last Updated : Mar 2, 2022, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.