ન્યુયોર્કઃ યુક્રેન મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મહત્વપૂર્ણ 'ઓપન' બેઠક શરૂ થઈ ગઈ છે. ભારતે પણ આમાં પોતાનો પક્ષ રાખ્યો છે. ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ બેઠકમાં કહ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષા અને સલામતી અમારા માટે પહેલી પ્રાથમિકતા છે.
ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ આપ્યું નિવેદન
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ બેઠકમાં કહ્યું, "રશિયન ફેડરેશન સાથે યુક્રેનની સરહદ પર વધી રહેલો તણાવ મોટો ચિંતાનો વિષય છે. આ ઘટનાક્રમો આ ક્ષેત્રની શાંતિ અને સુરક્ષાને નબળી પાડવાની ક્ષમતા ધરાવે છે. અમે તમામ પક્ષોને સંયમ રાખવા હાકલ કરીએ છીએ. અમે માનીએ છીએ કે, રાજદ્વારી વાતચીત દ્વારા જ આ મુદ્દાને ઉકેલી શકાય તેમ છે. આપણે તે પક્ષો દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી પહેલને સ્થાન આપવાની જરૂર છે, જે તણાવ ઓછો કરવા માંગે છે.
ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા : તિરુમૂર્તિ
નાગરિકોની સુરક્ષા અને સલામતી જરૂરી છે. 20,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેનના વિવિધ ભાગોમાં અને તેના સરહદી વિસ્તારોમાં રહે છે અને અભ્યાસ કરે છે. ભારતીયોની સુખાકારી અમારા માટે પ્રાથમિકતા છે. યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ પર રશિયાનો દેખીતો હુમલો ઉશ્કેરણી વગરનો છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે યુક્રેન પર આ હુમલો છે. તે આંતરરાષ્ટ્રીય કાયદાના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
આ પણ વાંચો: રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ઘટે તેવા સંકેત, છતાં અમેરિકાએ આપી ચેતવણી
અલગતાવાદી વિસ્તારોને સ્વતંત્રતાને મંજૂરી
તાજેતરની ઘટનાક્રમમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) પૂર્વ યુક્રેનમાં રશિયા સમર્થિત અલગતાવાદી વિસ્તારોની સ્વતંત્રતાને માન્યતા આપી છે. પુતિને ડોનેત્સ્ક અને લુગાન્સ્કને સ્વતંત્ર રાષ્ટ્રો તરીકે માન્યતા (Donetsk and Lugansk ) આપી છે. આ જાહેરાત બાદ યુક્રેનના વિવિધ વિસ્તારોમાં રશિયન સૈનિકોને મોકલવાના આદેશ આપવામાં આવ્યા હતા. રશિયાના આ નિર્ણયથી યૂક્રેન પર રશિયાના આક્રમણના પશ્ચિમી દેશોના ભય વચ્ચે તણાવ વધુ વધી ગયો છે.
આ પણ વાંચો: યુક્રેન - રશિયા વચ્ચેની કટોકટીમાં મુત્સદ્દીગીરીના પગલાંઓ
રશિયાના આક્રમણ અંગે પશ્ચિમી દેશોમાં તણાવ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વ યુક્રેનમાં રશિયા સમર્થિત અલગતાવાદી વિસ્તારોની સ્વતંત્રતાને માન્યતા આપી છે. રશિયાના આ નિર્ણયથી યુક્રેન પર રશિયાના આક્રમણના પશ્ચિમી દેશોના ભય વચ્ચે તણાવ વધુ વધશે. મોસ્કો સમર્થિત બળવાખોરો અને યુક્રેનિયન દળો વચ્ચેના સંઘર્ષમાં રશિયા માટે મુક્તપણે બળ અને શસ્ત્રો મોકલવાનો માર્ગ મોકળો કરીને પુતિને રાષ્ટ્રપતિની સુરક્ષા પરિષદની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. પશ્ચિમી દેશોને ડર છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે અને હુમલાના બહાના તરીકે પૂર્વ યુક્રેનમાં અથડામણનો ઉપયોગ કરી શકે છે.