કિવ/મોસ્કો/નવી દિલ્હી: યુદ્ધના ઉન્માદમાં રશિયા અને યુક્રેનમાં (Ukraine Russia War) માનવતાવાદી સંકટ ઘેરી બની રહ્યું છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના (Russian President Vladimir Putin) આદેશ બાદ યુક્રેનમાં રશિયાની વિશેષ સૈન્ય કાર્યવાહીએ ભયંકર તબાહી મચાવી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ દ્વારા જારી કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સૈન્ય કાર્યવાહીના કારણે ઘણી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ, ઘણી જગ્યાએ આગ લાગી. કિવમાં ભયાનક તબાહીનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. સેંકડો પરિવારો બેઘર બન્યા છે.
આ પણ વાંચો: WAR 9th Day : રશિયાએ યુક્રેનના ન્યુક્લિયર પ્લાન્ટ પર કર્યો હુમલો, મેક્રોને કહ્યું- પુતિન યુદ્ધ ચાલુ રાખશે
રશિયન સૈનિકો દ્વારા પરમાણુ પ્લાન્ટ પર બોમ્બમારો કરવામાં આવ્યો
યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઝાપોરિઝિયા પર રશિયન (Ukraine Russia invasion) હુમલા બાદ યુક્રેનમાં આગ ફાટી નીકળી હતી. નજીકના એક નગરના મેયરે જણાવ્યું હતું કે, "રશિયન સૈનિકો દ્વારા પરમાણુ પ્લાન્ટ પર બોમ્બમારો કરવામાં આવ્યો હોવાને કારણે ફાયરમેન આગ પર કાબૂ મેળવી શક્યા ન હતા." અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટમાં લાગેલી આગ પર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે આ ઘટના અંગે વાત કરી અને રશિયન પ્રભાવિત વિસ્તારમાં તેની સૈન્ય ગતિવિધિઓને તાત્કાલિક અટકાવવા અને કટોકટી બચાવ ટીમોને ત્યાં જવાની મંજૂરી આપવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: દસ ભારતીય વિદ્યાર્થીઓના જૂથોમાં સંગઠિત રહો: યુક્રેનમાં વિદેશ મંત્રાલયની નવીનતમ એડવાઈઝરી
રશિયાએ યુક્રેનના એનર્હોદર શહેર પર હુમલો કર્યો
રશિયાએ યુક્રેનના (Ukraine Russia invasion) એનર્હોદર શહેર પર હુમલો કર્યો છે. એનર્હોદર એ યુક્રેનમાં ઝાપોરિઝ્ઝિયા ઓબ્લાસ્ટ પ્રાંતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક શહેર અને નગરપાલિકા છે. ખરેખર, એનર્હોદર ઝાપોરિઝિયાથી અમુક અંતરે આવેલું છે. એનર્હોદર નિકોપોલ અને ચેર્વોનોહરીહોરીવકાની સામે, કાખોવકા જળાશયની નજીક ડીનીપર નદીના ડાબા કાંઠે સ્થિત છે.