ન્યૂઝડેસ્ક : કોરોના વાઇરસ સામેની લડાઈમાં મદદ કરવા માટે યુકે સરકારે 100થી વધુ NHS હોસ્પિટલનું 16.48 બીલિયન યુએસ ડોલર જેટલુ દેવુ માફ કર્યુ છે હોસ્પિટલોને કોરોના વાઇરસ સામેની લડતમાં આર્થીક મદદ મળી રહે તે માટે 2 એપ્રિલના રોજ ઇંગલેન્ડના હેલ્થ સેક્રેટરી, માટ હેનકોક દ્વારા હોસ્પીટલ્સનું દેવુ માફ કરવાની જાહેરાત કરવામાં આવી
આ પેકેજ અંતર્ગત હોસ્પીટલોને કોરોના વાયરસ સામેની જંગમાં ઇમરજન્સી સેવાઓ માટે ફંડ મળવાનું ચાલુ રહેશે.
હેનકોકના કહેવા પ્રમાણે, “આપણે આ મહામારીનો સામનો કરી રહ્યા છીએ ત્યારે આપણી કોઈપણ હેલ્થ સર્વીસના નાણાકીય હિસાબની અસર તેની હાલની સર્વીસ પર ન પડવી જોઈએ. આજે 13.4 બીલીયન ડોલરનુ દેવુ માફ કરવાથી હવે હોસ્પિટલો પાસેથી કોઈ હિસાબ લેવાનો રહેતો નથી. સાથે જ હોસ્પિટલો હવે આગામી સેવાઓનુ આયોજન કરી શકશે અને ભવિષ્યની સેવાઓ માટે આર્થિક રોકાણ કરી શકશે.”
“હાલની મહામારી સામે લડત આપવા માટે જે કંઈ મદદની જરૂર પડે તે મદદ કરવા માટે અમે તૈયાર છીએ. હાલમાં ફંડના મોડેલમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેનાથી આ હોસ્પિટલોને તેમની ઇમરજન્સી સર્વિસ માટેના આયોજને કરવામાં અને તેને લોકો સુધી પહોંચાડવામાં સરળતા રહેશે.”
બ્રીટીશ મેડીકલ જર્નલમાં પ્રસીદ્ધ થયેલા NHSના ચીફ એક્ઝીક્યુટીવ, સીમન સ્ટીવન્સના નીવેદન પ્રમાણે, “અમે આ પ્રાયોગિક પગલાની તરફેણમાં છીએ અને તેને ટેકો પણ આપીએ છીએ. આ પગલાથી NHS હોસ્પીટલ્સ અને કોમ્યુનીટી સર્વીસીઝની સ્થીતિ વધુ મજબુત બનશે. માત્ર કોરોના વાયરસની સામે લડતમાં જ નહી પરંતુ લાંબા ગાળાના આયોજનો કરવામાં અને વર્ષો સુધી લોકોને મદદ પહોંચાડવામાં પણ ફાયદો થશે.”
શેફરોન કોર્ડરી, કે જેઓ NHS પ્રોવાઇડર્સના ડેપ્યુટી ચીફ એક્ઝીક્યુટીવ છે અને NHS હોસ્પિટલ ટ્રસ્ટનું પ્રતિનીધીત્વ કરે છે તેમના કહેવા પ્રમાણે, “ટ્રસ્ટમાં છેલ્લા ઘણા સમયથી દેવાનું પ્રમાણ વધ્યુ હતુ. અને હવે Covid-19ને કારણે તેમાં વધુ આર્થિક કટોકટી ઉભી થઈ રહી છે.”
“આ ખર્ચને પહોંચી વળવા માટે વધારાના કેટલાક નણાની વ્યવસ્થા પહેલેથી જ કરી દેવામાં આવી છે. પરંતુ આ દેવામાફી થી NHSની Covid-19 સામેની લડતમાં અને ત્યાર પછીની કેટલીક સારવારમાં ખુબ મદદરૂપ થશે.”