લંડનઃ કોરોના વાઇરસ સંક્રમણના ફેલાવાને રોકવા માટે લાદવામાં આવેલા લોકાડઉનને લઇને નવા દસ્તાવેજમાં બ્રિટિશ સરકાર દ્વારા જારી કરાયેલા નિર્દેશમાં પ્રતિબંધોમાં સોમવારથી અમુક રાહત આપવામાં આવી છે અને લોકોને સલાહ આપી કે, સાર્વજનિક પરિવહનમાં યાત્રા દરમિયાન પોતાનો ચહેરો માસ્કથી ઢાંકી રાખવો જોઇએ.
સ્કૉટલેન્ડ પ્રશાસને જ્યાં પહેલેથી જ ચહેરા પર માસ્ક લગાવવાની ભલામણ કરી છે. આ પહેલો અવસર છે જ્યારે બ્રિટિશ સરકારે આ પોતાના નક્કી કરેલા દિશા-નિર્દેશોનો ભાગ બનાવ્યો હોય. જે વડા પ્રધાન બોરિસ જૉનસન દ્વારા રવિવારે રાત્રે આ ખતરનાક વાઇરસ સામે લડવા માટે જાહેર સર્શત યોજનાનો ભાગ છે.
લગભગ 50 પાનાની આ માર્ગદર્શિકા જણાવે છે કે, 'કેમ કે વધુ લોકો કામ પર પાછા ફર્યા છે, તેથી ઘરની બહાર લોકોની વધુ અવર-જવર થશે.' આ દસ્તાવેજમાં કોવિડ-19થી સંબંધિત નિયંત્રણોને દૂર કરવાની રૂપરેખા આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'વધતા જતા ચળવળનો અર્થ એ છે કે સરકાર હવે લોકોને તેમના ચહેરાને માસ્કથી ઢાંકવાની સલાહ આપે છે કારણ કે દર વખતે સામાજિક અંતરનો અવકાશ અને તેનું અનુસરણ કરવું શક્ય નથી અને તેઓ એવા લોકો સાથે સંપર્કમાં આવે છે કે, જેમની સાથે તેઓ હંમેશાં મળતા નથી, ઉદાહરણ તરીકે જાહેર પરિવહન અથવા દુકાન.'
જૉન્સને રવિવારે પોતાના સંબોધન અને સોમવારે સંસદમાં એક નિવેદનમાં ત્રણ તબક્કાની યોજનાનો ઉલ્લેખ કર્યો છે.