વોશિંગટન : યુનાઇટેડ સ્ટેટ્સના પ્રારંભિક ડેટા સૂચવે છે કે, રોગચાળાની અસર બોળાકોની સરખામણીમાં પુખ્તવયના લોકોમાં વધારે થઇ છે જે તેના અગાઉના કોરોના વાઇરસ પર અહેવાલોને સમમર્થન કરે છે અને આ વાત રોગચાળા ના સમય માં રાહત આપવે તેવી છે.
અમેરિકન બાળકો પર વાયરસની અસરનું વિશ્લેષણ કરતા તેના પ્રથમ અહેવાલમાં, રોગ નિયંત્રણ અને નિવારણ માટેનાં કેન્દ્રોએ શોધી કાઢયું છે કે યુ.એસ.ના પુષ્ટિ થયેલા કેસોમાં બાળરોગના કેસ 2 ટકા થી પણ ઓછા છે.
તેના સંશોધનમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે 18 વર્ષથી નાના દર્દીઓ ના તાવ અને ખાંસી ના કેસ , તેમના કરતા મોટા દર્દીઓની સરખામણીમાં ઓછા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના ઓછી છે, જોકે કેટલાક બાળકોમાં ગંભીર બીમારી સામે આવી છે.
• સીડીસીએ જણાવ્યું હતું કે તેના તારણો ચાઇનામાં બાળ ચિકિત્સાના કેસો અંગેના અગાઉના અભ્યાસને ટેકો આપે છે, જેમાં જાણવા મળ્યું છે કે કોવિડ -19, કોરોનાવાયરસથી થતાં રોગ, બાળકોમાં ઓછા ગંભીર હોઈ શકે છે.
જોકે સીડીસી સંશોધકોએ ચેતવણી આપી હતી, કે માહિતી અપૂર્ણ છે અને 18 વર્ષથી ઓછી ઉંમરના કેટલાક લોકોમાં ગંભીર કેસ નોંધાયા છે, જેમાં ત્રણ મોત છે જે તપાસ હેઠળ છે.