- દક્ષિણ પશ્ચિમ ઈંગ્લેન્ડના ડેવોનના બંદરગાહ શહેરના પ્લાયમાઉથ (Plymouth)માં ગુરૂવારે સાંજે થયું ફાયરિંગ
- ફાયરિંગના (Firing) કારણે અનેક લોકોના મોત થયા તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા
- પોલીસને પ્લાયમાઉથના કીહમ વિસ્તાર (Keyham area of Plymouth)માં સાંજે 6.10 વાગ્યે એક ગંભીર ફાયરઆર્મ્સ ઘટના માટે બોલાવાઈ હતી
દક્ષિણ પશ્ચિમ ઈંગ્લેન્ડના ડેવોનના બંદરગાહ શહેર પ્લાયમાઉથ (Plymouth)માં ગુરૂવારે સાંજે ફાયરિંગ થયું હતું, જેમાં અનેક લોકોના મોત થયા છે. એક સમાચાર એજન્સી અનુસાર, ડેવોન અને કોર્નવાલ પોલીસે ટ્વિટ્સની એક રિસીઝમાં કહ્યું હતું કે, પોલીસને પ્લાયમાઉથના કીહમ વિસ્તાર (Keyham area of Plymouth)માં સાંજે 6.10 વાગ્યે એક ગંભીર ફાયરઆર્મ્સ ઘટના માટે બોલાવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ અમેરિકામાં મેટ્રો સ્ટેશન પાસે ફાયરિંગ થતા પેંટાગન બંધ
ફાયરિંગના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા
એક નિવેદન અનુસાર, ઘટનાસ્થળ પર ઉપસ્થિત અનેક લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ એક ખૂબ જ ગંભીર ઘટના છે. જોકે, પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે અને પોલીસના મતે અત્યારે સ્થિતિ કાબૂમાં છે.
પીડિતોમાંથી કોઈનો પણ ફોટો કે વીડિયો શેર ન કરવા સાંસદની સલાહ
પ્લાયમાઉથ, સટન અને ડેવોનપાર્ટના સંસદ સભ્ય લ્યૂક પોલાર્ડે ટ્વિટ પર આને શહેર અને સમુદાય માટે એક મોટો ગંભીર દિવસ કહ્યો છે. આ સાથે જ લોકોને પીડિતોમાંથી કોઈનો પણ ફોટો કે વીડિયોને શેર ન કરવાની સલાહ આપી છે. બ્રિટિશ ગૃહ સચિવ પ્રીતિ પટેલે ટ્વિટ કર્યું હતું કે, પ્લાયમાઉથની આ ઘટના ચોંકાવનારી છે અને મારી સંવેદનાઓ પીડિત લોકો સાથે છે.