ETV Bharat / international

ઓસ્ટ્રિયાના વિએનામાં આતંકી હુમલો, 5ના મોત, 15 ઘાયલ

author img

By

Published : Nov 3, 2020, 3:58 PM IST

ઓસ્ટ્રિયાની રાજધાની વિએનામાં આતંકી હુમલો થયો હતો. જેમાં 5ના મોત અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બંદૂક સાથે આવેલા કેટલાક શખ્સોએ રાતના સમયે ઉજવણી કરી રહેલા લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેમાંથી એક શખસની તો ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે હુમલાખોરને ઠાર કર્યો હતો.

ઓસ્ટ્રિયાના વિએનામાં આતંકી હુમલો, 5ના મોત, 15 ઘાયલ
ઓસ્ટ્રિયાના વિએનામાં આતંકી હુમલો, 5ના મોત, 15 ઘાયલ
  • ઓસ્ટ્રિયાની રાજધાની વિએનામાં આતંકી હુમલો
  • હુમલામાં 5 લોકોના મોત, 15 લોકો ઈજાગ્રસ્ત
  • પોલીસે હુમલાખોરને ઠાર માર્યો
  • હુમલાખોરે લોકો પર અચાનક જ કર્યું ફાયરિંગ

ઓસ્ટ્રિયાઃ ઓસ્ટ્રિયામાં એક હુમલામાં પાંચ લોકોના મોત થઈ ગયા, જ્યારે 15 લોકો ઘાયલ થઈ ગયા હતા. 2 મૃતક લોકોમાં એક હુમલાખોરનો પણ સમાવેશ થયો છે. પોલીસે હુમલાખોરોને ઠાર માર્યા હતા. કેટલાક લોકો રાતના સમયે ઉજવણી કરી રહ્યા હતા. તે સમયે બંદૂક સાથે આવેલા હુમલાખોરોએ અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં એક શખ્સનું મોત થયું છે જ્યારે અન્ય ઘાયલ થઈ ગયા હતા. પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. ઓસ્ટ્રિયાઈ ચાન્સેલર સેબેસ્ટિયન કુર્ઝે કહ્યું, મને ખુશી છે કે અમારી પોલીસે હુમલાખોરોમાંથી એકને મારી નાખ્યો. અમે ક્યારેય પણ આતંકવાદથી ડરીશું નહીં અને આવા પ્રકારના હુમલાથી અમે હંમેશા લડી લઈશું.

તમામ હુમલાખોર પાસે રાઈફલ હતી, મુખ્ય જગ્યાઓની રક્ષા માટે પોલીસ તહેનાત

પોલીસે કહ્યું, શહેરના કેન્દ્રમાં એક સ્ટ્રિટ પર રાતે 8 વાગ્યે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. 6 જગ્યાએ શૂટિંગ કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયાના ઉચ્ચ સુરક્ષા અધિકારીએ કહ્યું, અધિકારીનું માનવું છે કે આમાં ઘણા બંદૂકધારી હુમલાખોર સામેલ હતા અને પોલીસ ઓપરેશન હજી પણ ચાલી રહ્યું છે. ઈન્ટિરિયર મિનિસ્ટર કાર્લ નેહમરે પબ્લિક બ્રોડકાસ્ટર ઓઆરએફને કહ્યું કે, એવું લાગે છે કે આતંકી હુમલો થયો છે. તમામ હુમલાખોર પાસે રાઈફલ હતી. તેમણે વધુમાં કહ્યું કે, શહેરની મુખ્ય જગ્યાઓની રક્ષા માટે પોલીસને કહેવામાં આવ્યું છે, જેથી પોલીસ અધિકારી હુમલાખોરોનો પીછો કરી શકે. વિયેનાના મેયર માઈકલ લુડવિગે કહ્યું, હાલમાં 15 લોકો હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 7 લોકો તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. વિએનામાં યહૂદી સમાજના પ્રમુખ ઓસ્કરે કહ્યું, શૂટિંગ શહેરના મુખ્ય ઉપાસનાગૃહની બહારની ગલીમાં થયું હતું, પરંતુ એ સ્પષ્ટ નહતું કે પૂજા ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું કે નહીં. આ સમયે ઉપાસના ગૃહ બંધ હતું. રબ્બી ક્લોમોએ જણાવ્યું, તેમણે પોતાની બારી નીચે બેઠા શખસને રસ્તા પર બેઠેલા એક વ્યક્તિ પર ગોળી ચલાવતા જોયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.