સુરેન્દ્રનગર: ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો તરણેતરના મેળામાં આજે કેબિનેટ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ આજ રોજ મેળાના ત્રીજા દિવસે હજાર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ત્રિનેતેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ વિવિધ પ્રદર્શન સ્ટોલ તેમજ પશુ હરીફાઈ, છત્રી હરિફાઈ, સાંસ્કૃતિક સ્પર્ધા સહિતના વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર તેમજ ઇનામ વિતરણ કરી ચેક અર્પણ કરવામાં આવ્યું હતું.
આ મેળામાં યોજાનાર પશુ હરીફાઈમાં હળવદના યુવાન ગીર સાંઢનો પ્રથમ નંબર આવતા તેને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીઓ ધારાસભ્યો સાંસદો અને કલેક્ટર એસપી સહિતનાઓએ વિવિધ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, 'તરણેતરના મેળામાં વર્ષોથી સ્થાનિક લોકોએ આપણી પરંપરા સંસ્કૃતિ જાળવી રાખી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામીણ ઓલમ્પિકને આ મેળામાં પ્રોત્સાહન આપી ગ્રામીણ લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસો રાજ્યભરમાં કર્યા છે.'
આ મેળો લોકો શાંતિપૂર્ણ માહોલમાં માણી શકે તે માટે પોલીસ દ્વારા બોડીવન કેમેરા 100 થી વધુ ડીવાયએસપી, એસઆઇ, પીઆઇ સહિતના અધિકારીઓ અને 2500થી વધુ પોલીસ કર્મચારીઓ આ મેળામાં બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: