મેડ્રિડ: શનિવારે સ્પેનમાં મૃત્યુઆંક 5600 વટાવી ગયો છે. જ્યારે ગત 24 કલાકના ગાળામાં 832 લોકોના મોત થયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણની સંખ્યા 72,000ને પાર પહોંચી ગઈ છે.
ઈટલી પછી સ્પેન વિશ્વનો બીજો દેશ બન્યો છેે જ્યાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોનો સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. COVID-19ના મોટાભાગના લોકોમાં હળવા અથવા મધ્યમ લક્ષણો જોવા મળે છે, પરંતુ વૃદ્ધ લોકોમાં અથવા જે લોકોને આરોગ્યને લગતી સમસ્યાઓ છે તેમનામાં ગંભીર લક્ષણો જોવા મળે છે.