ETV Bharat / international

એસ્ટ્રાજેનેકા રસીના સંશોધનમાં રસી 79 ટકા અસરકારક નિવડી - કોરોનાની લહેર

એસ્ટ્રાઝેનેકા રસીનો ત્રીજો ડોઝ યુ.એસ.માં લોકોને વ્યાપકપણે લાગુ કરવામાં આવ્યો છે. પરીક્ષણોમાં જાણવા મળ્યું છેકે, તે કોરોના વાયરસને રોકવામાં 79 ટકા સુધી અસરકારક છે.

એસ્ટ્રાજેનેકા રસી
એસ્ટ્રાજેનેકા રસી
author img

By

Published : Mar 23, 2021, 10:25 AM IST

  • અમેરિકામાં રસી એસ્ટ્રાઝેનેકાની ત્રીજી ટ્રાયલ 79 ટકા સુધી સફળ
  • રસી લીધા પછી કોરોના વાયરસનું જોખમ નથી રહેતું
  • 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસી 80 ટકા જેટલી સફળ સાબિત

મદ્રિદ : અમેરિકામાં કોરોના વાયરસ રસી એસ્ટ્રાઝેનેકાની ત્રીજી ટ્રાયલ 79 ટકા સુધી સફળ રહી છે. તેના લીધે યુ.કે. પરીક્ષણના પરિણામોની તુલનામાં તે ખૂબ અસરકારક માનવામાં આવે છે. આંતરિક માહિતી અનુસાર, આ રસી 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 100 ટકા અસરકારક સાબિત થઈ છે. તેને લાગુ કર્યા પછી, કોરોના વાયરસનું જોખમ નથી રહેતું. કંપની એસ્ટ્રાઝેનેકા અનુસાર, આ ડેટા ખાતરી આપે છેકે, તમામ ઉંમરના વૃદ્ધ લોકો વાયરસથી સુરક્ષિત રહેશે. ત્યારે ભારત સરકાર સિરમ ઇન્સટિટ્યુટ દ્વારા બનાવવામાં આવેલી કોવિલ્ડ, એસ્ટ્રાઝેનેકા સહિતની રસી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંડિયાના એસ્ટ્રાજેનેકા રસી પરના પરિણામો

65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસી 80 ટકા જેટલી સફળ સાબિત

65 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં આ રસી માત્ર 80 ટકા જેટલી સફળ સાબિત થઈ છે. તે જ સમયે, યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર સ્કૂલ ઑફ મેડિસિનમાં કરાયેલી એક પરિક્ષણમાં કહેવામાં આવ્યું છે કે, ભૂતકાળમાં કરવામાં આવેલા AZD1222 પરિક્ષણોમાં આ તારણો જોવા મળ્યા છે. પરંતુ પ્રથમ વખત 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સમાન અસરકારકતાનાં પરિણામો જોવાનું મળ્યા છે.

આ પણ વાંચો : ભારતમાં તૈયાર થયેલી કોવિડ-19 રસીની સ્થિતિ

રસીના બે ડોઝ ચાર અઠવાડિયાના અંતર પર લાગાવવામાં આવતા રસી અસરકારક

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે, જો એફડીએ રસીને મંજૂરી આપશે તો, રાજ્યપાલ એસ્ટ્રાઝેનેકા વિતરણ પ્રણાલીમાં સમાનરૂપે રસી મેળવશે. યુ.એસ.ના પરિક્ષણ ડેટા બતાવે છે કે, જ્યારે રસીના બે ડોઝ ચાર અઠવાડિયાના અંતર પર લાગાવવામાં આવે છે ત્યારે રસીની 79 ટકા અસરકારકતા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.