ETV Bharat / international

યુક્રેન પર બીજા દિવસે પણ હુમલો, રાજધાની કિવમાં વિસ્ફોટના અવાજ સંભળાયા - યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ

યુક્રેન અને રશિયા (War between Ukraine and Russia) વચ્ચેના યુદ્ધનો આજે બીજો દિવસ છે. રશિયાએ આંતરરાષ્ટ્રીય નિંદા અને પ્રતિબંધોને અવગણીને યુક્રેન પર આક્રમણ કર્યું અને તેના શહેરો અને લશ્કરી થાણાઓ પર હવાઈ હુમલા અને ગોળીબાર આજ સુધી ચાલુ છે.

યુક્રેન પર બીજા દિવસે પણ હુમલો, રાજધાની કિવમાં વિસ્ફોટના અવાજ સંભળાયા

author img

By

Published : Feb 25, 2022, 11:14 AM IST

કિવઃ યુક્રેન પર રશિયાના (War between Ukraine and Russia) હુમલાના એક દિવસ બાદ શુક્રવારે રાજધાની કિવમાં અનેક વિસ્ફોટો સાંભળવામાં (Explosion heard in Ukrainian capital Kyiv) આવ્યા હતા. રશિયન સૈનિકોએ બીજા દિવસે પણ હુમલા ચાલુ રાખ્યા હતા.

રશિયાના હુમલામાં 137 નાગરિકો અને સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (President of Ukraine Volodymyr Zelensky) કહ્યું કે, રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 137 નાગરિકો અને સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા છે. શહેરો અને લશ્કરી મથકો પર હવાઈ હુમલા પછી, રશિયન લશ્કરી એકમો યુક્રેનના સૌથી મોટા શહેર કિવ તરફ આગળ વધ્યા હતા. અમેરિકા અધિકારીઓને શંકા છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) યુક્રેનની સરકારને ઉથલાવીને પોતાનું શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: અમેરિકા ભારત સાથે યુક્રેન સંકટ અંગે ચર્ચા કરશે : બાઈડન

હુમલામાં સેંકડો લોકો ઘાયલ પણ થયા

રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (President of Ukraine Volodymyr Zelensky) જણાવ્યું હતું કે, ઓડેસા ક્ષેત્રમાં લેન્ડલોક ટાપુ પરના તમામ સરહદ રક્ષકો ગુરુવારે માર્યા ગયા હતા. યુક્રેનની બોર્ડર સિક્યોરિટી સર્વિસે વહેલી સવારે કહ્યું કે, રશિયાએ ટાપુનો કબજો લઈ લીધો છે. ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 137 નાગરિકો અને સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા છે. આ હુમલામાં સેંકડો લોકો ઘાયલ પણ થયા છે. US પ્રમુખ જો બાઈડને કહ્યું કે જો પુતિન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) દેશોમાં પ્રવેશ કરશે તો અમેરિકા હસ્તક્ષેપ કરશે. બાઈડને ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો તેમના રશિયન સમકક્ષને હવે રોકવામાં નહીં આવે તો તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી, ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો

અમે તેમને હવે નહીં રોકીએ તો તેમને પ્રોત્સાહન મળશે : બાઈડન

"જો તે (પુતિન) નાટો દેશોમાં પ્રવેશ કરે છે, તો અમે દરમિયાનગીરી કરીશું," બાઈડને કહ્યું કે, મને માત્ર એક જ વાતની ખાતરી છે કે જો અમે તેમને હવે નહીં રોકીએ તો તેમને પ્રોત્સાહન મળશે. જો હવે અમે તેમની સામે કડક પ્રતિબંધો નહીં લાદીએ તો તેમને પ્રોત્સાહન મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.