કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 17મો દિવસ (17th Day Of Russia Ukraine War) છે. રરશિયાએ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો વિસ્તાર વધારીને પ્રથમ વખત દેશના પશ્ચિમી વિસ્તારોમાં હવાઈ મથકો પર હુમલો (Ukraine Russia invasion) કર્યો હતો.
રશિયન સેનાનો યુક્રેનમાં 64 કિલોમીટર લાંબો કાફલો
યુક્રેનમાં જાણકારી અનુસાર રશિયન સેનાનો યુક્રેનમાં (Ukraine Russia War) 64 કિલોમીટર લાંબો કાફલો છે, જેમાં વાહનો, ટેન્ક અને આર્ટિલરી સામેલ છે. રશિયાએ યુક્રેનના ડોનેટ્સક અને લુહાન્સ્કને સ્વતંત્ર પ્રદેશો તરીકે માન્યતા આપ્યાના ત્રણ દિવસ પછી, 24 ફેબ્રુઆરીએ રશિયન સૈન્યએ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. પશ્ચિમ યુક્રેનમાં નવા હવાઈ હુમલા કરીને રશિયાએ સંદેશો આપ્યો હશે કે કોઈ પ્રદેશ સુરક્ષિત નથી. પશ્ચિમી દેશો અને યુક્રેનના અધિકારીઓ કહે છે કે રશિયન સૈન્યએ અપેક્ષા કરતાં વધુ પ્રતિકાર, પુરવઠો અને નૈતિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો: રશિયા યુક્રેન યુદ્ધ પર PM મોદીએ કહ્યું- વાતચીત દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ લાવવાના પક્ષમાં છે ભારત
નાટો અને રશિયા વચ્ચેનો સીધો મુકાબલો વિશ્વ યુદ્ધ III શરૂ કરશે: બાઈડન
US પ્રમુખ જો બાઈડને (US President Joe Byrd) કહ્યું કે, રશિયા રાસાયણિક હથિયારોના ઉપયોગની ભારે કિંમત ચૂકવશે. US યુક્રેનમાં રશિયા સામે લડશે નહીં કારણ કે નાટો અને મોસ્કો વચ્ચેનો સીધો મુકાબલો ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત તરફ દોરી જશે. "અમે યુરોપમાં અમારા સાથીઓ સાથે ઊભા રહીશું અને સાચો સંદેશ મોકલીશું," બાઈડને વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું કે, અમે અમેરિકાની સંપૂર્ણ શક્તિ સાથે નાટો પ્રદેશના દરેક ઇંચનું રક્ષણ કરીશું અને નાટોને મદદ કરીશું. "અમે યુક્રેનમાં રશિયા સામે યુદ્ધ નહીં લડીએ. નાટો અને રશિયા વચ્ચેનો સીધો મુકાબલો ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જશે. આ કંઈક હશે જેને આપણે રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. બાઈડને કહ્યું કે, રશિયા ક્યારેય યુક્રેનને જીતી શકશે નહીં.
નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) 30 દેશોનો સમૂહ છે
નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) 30 દેશોનો સમૂહ છે, જેમાં નોર્થ અમેરિકન અને યુરોપિયન દેશો સામેલ છે. અત્યાર સુધી રશિયન સેનાએ ઉત્તર અને કિવની આસપાસ રોકાઈને દક્ષિણ અને પૂર્વના શહેરોમાં સૌથી વધુ પ્રગતિ કરી છે. આસપાસના વોલિન પ્રદેશના વડા યુરી પોહુલ્યાકોના જણાવ્યા અનુસાર પશ્ચિમી લુત્સ્કમાં એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટમાં બે યુક્રેનિયન કામદારો માર્યા ગયા અને છ ઘાયલ થયા હતા.
રશિયન સેના પાસે 64 કિલોમીટર છે લાંબો કાફલો
નવી સેટેલાઇટ છબીઓ રાજધાની કિવની બહાર એક વિશાળ રશિયન કાફલો દર્શાવે છે. રશિયન સેના પાસે 64 કિલોમીટર લાંબો કાફલો છે. જેમાં વાહનો, ટેન્ક અને આર્ટિલરીનો સમાવેશ થાય છે, પરંતુ ખોરાક અને ઇંધણની અછતના સમાચાર ફેલાતાં કાફલો થંભી ગયો છે. બીજી બાજુ નિરીક્ષકો અને સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે, રશિયન સૈનિકોનો કાફલો, જે શહેરને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે લાંબા સમયથી કિવની બહાર અટકી ગયો હતો.
મેરિયુપોલમાં પ્રસૂતિ હોસ્પિટલ પર ઘાતક હવાઈ હુમલા
યુદ્ધ તેના ત્રીજા અઠવાડિયે પ્રવેશે છે, US અને તેના સાથીઓએ તેના વેપાર અગ્રતા દરજ્જાને પાછો ખેંચીને રશિયાને અલગ કરવા અને તેના પર પ્રતિબંધો લાદવાના પ્રયાસો ઝડપી કર્યા છે. યુક્રેનના મુખ્ય બંદર શહેર મેરિયુપોલમાં પ્રસૂતિ હોસ્પિટલ પર ઘાતક હવાઈ હુમલા (Ukraine Russia invasion) પછી વધતા આક્રોશ વચ્ચે આ પગલું આવ્યું છે.
યુક્રેન હવાઈ હુમલાને લઈને છે સાવધ
મેયર રુસલાન માર્ટસિંકિવે જણાવ્યું હતું કે હવાઈ હુમલાની ચેતવણી પછી રહેવાસીઓને ઇવાનો-ફ્રેન્કિવસ્કમાં આશ્રય આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનાશેન્કોવે શુક્રવારે જણાવ્યું હતું કે રશિયાએ લુત્સ્ક અને ઇવાનો-ફ્રેન્કિવસ્કમાં લશ્કરી હવાઈ મથકોને બેઅસર કરવા માટે લાંબા અંતરના ચોકસાઇવાળા શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો, પરંતુ સંપૂર્ણ વિગતો આપી ન હતી.
યુક્રેનિયન સૈનિકોએ ટેન્ક વિરોધી મિસાઇલો વડે કાફલાને નિશાન બનાવ્યું
અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેનિયન સૈનિકોએ ટેન્ક વિરોધી મિસાઇલો વડે કાફલાને નિશાન બનાવ્યું હતું. રોયલ યુનાઇટેડ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક, બ્રિટિશ સંરક્ષણ થિંક-ટેન્કના સંશોધક જેક વોટલિંગે એક કાફલો શહેરની પશ્ચિમ તરફ જતો જોયો હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે, સેના દક્ષિણમાં શહેરને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહી છે. વોટલિંગે જણાવ્યું હતું કે, તેઓ સતત નીચા મનોબળ અને લોજિસ્ટિકલ સમસ્યાઓના કારણે કિવ પર હુમલો કરવાને બદલે ઘેરાબંધીની તૈયારી કરી રહ્યા હતા.
આ પણ વાંચો: Ukraine invasion : બાઇડનની જાહેરાત, અમેરિકામાં રશિયન તેલની આયાત પર પ્રતિબંધ
US રશિયન આયાત પર ઉચ્ચ ટેરિફ લાદવાની મંજૂરી આપશે
મોસ્કો પર દબાણ વધી રહ્યું છે, US અને અન્ય દેશો રશિયાના 'મોસ્ટ પ્રિફર્ડ ટ્રેડિંગ રાષ્ટ્ર'નો દરજ્જો રદ કરવાની જાહેરાત કરવા આગળ વધી રહ્યા છે. US રશિયન આયાત પર ઉચ્ચ ટેરિફ લાદવાની મંજૂરી આપશે. પશ્ચિમી પ્રતિબંધોએ પહેલેથી જ રશિયાને ગંભીર ફટકો આપ્યો છે, જેના કારણે રૂબલનું મૂલ્ય ઘટી ગયું છે અને વિદેશી વેપારીઓ ભાગી રહ્યા છે. રશિયન હવાઈ હુમલાઓએ પ્રથમ વખત પૂર્વીય શહેર ડીનીપ્રોને પણ નિશાન બનાવ્યું, જે એક મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર અને યુક્રેનનું ચોથું સૌથી મોટું શહેર છે. તે ડીનીપર નદીના કિનારે આવેલું છે. યુક્રેનના ગૃહ મંત્રાલયના સલાહકાર એન્ટોન હેરાશેન્કોના જણાવ્યા અનુસાર શુક્રવારે વહેલી સવારે ત્રણ હુમલાઓમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું.
અમેરિકા રશિયાનો વેપાર દરજ્જો ઘટાડશે
કિવ પ્રાદેશિક વહીવટના વડા, ઓલેક્સી કુલેબાએ જણાવ્યું હતું કે કિવના મુખ્ય આંતરરાષ્ટ્રીય બોરીસ્પિલ એરપોર્ટથી લગભગ 20 કિલોમીટર પૂર્વમાં આવેલા બારીશેવકા શહેરમાં એક મિસાઇલ અથડાઈ હતી. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનાશેન્કોવે જણાવ્યું હતું કે રશિયન સમર્થિત લડવૈયાઓ પૂર્વ, ઉત્તર અને પશ્ચિમથી માર્યુપોલમાં 800 મીટર આગળ વધ્યા હતા. રિપોર્ટ અનુસાર US પ્રમુખ જો બાઈડને (US President Joe Byrd) કહ્યું કે, અમેરિકા રશિયાનો વેપાર દરજ્જો ઘટાડશે. ઉપરાંત, રશિયન વાઇન, સીફૂડ અને હીરાની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે.