બર્લિન: કોરોનાના સંકટને કારણે યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મનીમાં માર્ચથી મંદીની શરુઆત થઈ ગઈ છે. આ મંદી વર્ષના મધ્ય સુધી રહેશે તેવું અનુમાન છે.
જર્મનીના આર્થિક મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે, વૈશ્વિક માંગમાં ઘટાડો, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડવો, ગ્રાહકો પર વર્તમાન હાલાતની અસર અને રોકાણકારોમાં અનિશ્ચિતતાના કારણે મંદી આવી છે.
IMFએ કહ્યું છે કે, કોરોના વાઈરસની મહામારીને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી આવશે. આ મંદી વર્ષ 1930 કરતાં પણ મોટી હશે.