ETV Bharat / international

પ્રિન્સ ફિલિપની અંતિમવિધિ આગામી 17 એપ્રિલે યોજાશે

author img

By

Published : Apr 11, 2021, 9:55 AM IST

ડ્યુક ઑફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપની અંતિમવિધિ આગામી 17 એપ્રિલે વિન્ડસર મહેલ ખાતે યોજાશે, જાહેર જનતાને અહીં પ્રવેશ આપવામાં નહિ આવે. તેમજ શોભાયાત્રા પણ કાઢવામાં નહિ આવે. આ ઉપરાંત યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન પણ પ્રિન્સ ફિલિપના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે નહીં.

પ્રિન્સ ફિલિપ
પ્રિન્સ ફિલિપ

  • આગામી 17 એપ્રિલે ડ્યુક ઑફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપની અંતિમવિધિ
  • વડાપ્રધાન બોરિસ જ્હોન્સન નહિ થાય સામેલ
  • પ્રિન્સની અંતિમ ઇચ્છા મુજબ થશે આયોજન

લંડન: બકિંગહામ પેલેસ દ્વારા સત્તાવાર રીતે થયેલી જાહેરાત મુજબ, આગામી 17 એપ્રિલે વિન્ડસર મહેલ ખાતે ડ્યુક ઑફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપની અંતિમવિધિનું આયોજન રાખવામાં આવ્યું છે.

શોભાયાત્રા કાઢવામાં નહિ આવે

વિન્ડસરના સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે અંતિમ સંસ્કાર ભારતીય સમય પ્રમાણે 3 વાગ્યાથી શરૂ થતાં જ સમગ્ર દેશમાં અમુક મિનિટોનું મૌન પાળવામાં આવશે. કોરોના મહામારીને કારણે ખૂબ જ ઓછા સભ્યો સાથે વિન્ડસર મહેલની અંદર જ વિધિ સંપન્ન થશે. અંતિમ સંસ્કારનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ થશે. યુકેમાં 8 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

પ્રિન્સ હેરી આપશે હાજરી, મેગનને યાત્રા ન કરવાની સલાહ

પ્રિન્સ હેરી અમેરિકાથી વિધિમાં હાજરી આપવા માટે નીકળશે જ્યારે મેગન હાલમાં ગર્ભવતી હોવાથી તેને યાત્રા ન કરવાની ડૉક્ટરોએ સલાહ આપી છે. બ્રિટનના રાજવી પરિવારની વેબસાઇટ દ્વારા લોકોને પેલેસ પાસે ફૂલો તેમજ શ્રદ્ધાંજલિ છોડી જવા કરતા દાન આપવાનું જણાવવામાં આવ્યું છે.

પ્રિન્સ ફિલિપ ગ્રીસમાં જન્મ્યા હતા

પ્રિન્સ ફિલિપનો જન્મ 10 જૂન, 1921 ના રોજ ગ્રીકના ટાપુ કોર્ફુ પર થયો હતો. તેમણે 1947 માં રાજકુમારી એલિઝાબેથ સાથે લગ્ન કર્યા, તેમણે રાણી બન્યાના 5 વર્ષ પહેલા, અને બ્રિટીશ ઇતિહાસમાં સૌથી લાંબી સેવા આપનારા રાજવી પત્ની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.