કીવ: એક વ્યક્તિએ ઉત્તરી-પશ્ચિમી યૂક્રેનમાં બસમાં સવાર 20 લોકોને બંધક બનાવ્યા હતાં. પોલીસે આ સમગ્ર બાબત અંગેની જાણકારી આપી હતી.
પોલીસે જણાવ્યું કે આ સમગ્ર ઘટનાને ધ્યાને લેતા 400 કિલોમીટર દૂર લુટસ્કના મુખ્યાલયને સીલ કરી નાખવામાં આવ્યું છે. હુમલાખોર વિસ્ફોટક પદાર્થ લઇ જતો દેખાઇ રહ્યો છે.
પોલીસે વધુમાં જણાવતા કહ્યું કે હુમલાખોરનો સંપર્ક કરવાની સતત કોશિશ કરવામાં આવી રહી છે. જેના પગલે હુમલાખોરની ઓળખાણ પણ થઇ છે. આ સાથે સોશિયલ મીડિયા પર યુક્રેનની પ્રણાલી સાથે નિરાશા વ્યક્ત કરી હતી.
સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે ઘટનાસ્થળ પર ગોળીઓનો અવાજ સંભળાયો હતો. એવુ કહી ન શકાય કે કોઇ ઘાયલ થયુ છે કે નહીં.