- ક્રિશ્ચિયન ધર્મના ટોચના ધાર્મિક નેતાની મુલાકાતે પીએમ મોદી
- વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળ્યાં પીએમ મોદી
- ટોચના બંને નેતાઓ વચ્ચે વાતચીતના કયા એજન્ડા જાણો
વેટિકન સિટીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) અને કેથોલિક ચર્ચના પ્રમુખ પોપ ફ્રાન્સિસ (Pope Francis) વચ્ચેની આ અરસપરસની પ્રથમ મુલાકાત છે. મોદી એવા પહેલા ભારતીય વડાપ્રધાન છે જેમણે 2013માં ફ્રાન્સિસના પોપ બનવા પછી મુલાકાત લીધી છે.વડાપ્રધાન મોદી વેટિકન સિટી સ્ટેટના (Vatican City) સ્ટેટ સેક્રેટરી કાર્ડિનલ પીએત્રો પારોલિન સાથે પણ મુલાકાત કરશે. આ ઐતિહાસિક બેઠક પહેલાં વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ શુક્રવારે જણાવ્યું હતું કે વડાપ્રધાનની પોપ સાથે અલગથી બેઠક યોજાશે. રોમમાં એક સંવાદદાતા સંમેલનમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પોપની વ્યક્તિગત મુલાકાત કરવાના છે.
પોપ સાથે વાતચીતનો એજન્ડા શું?
શૃંગલાએ કહ્યું હતું કે, 'કાલે(શનિવારે) વડાપ્રધાન ( PM Modi ) પરમ પૂજનીય પોપ ફ્રાન્સિસ (Pope Francis) સાથે વેટિકન સિટીમાં (Vatican City) મુલાકાત કરશે અને તે બાદ જી-20 ના વિવિધ સત્રોમાં ભાગ લેશે. ત્યાં તેઓ બીજી પણ દ્વિપક્ષીય બેઠકો કરશે. અમે આપને જાણકારી આપતાં રહીશું. મારું માનવું છે કે પરંપરા છે કે જ્યારે પોપ સાથે ચર્ચા થાય છે તો કોઇ એજન્ડા નથી હોતો અને અમે તેનું સન્માન કરીએ છીએ. હું આશ્વસ્ત છું કે આ દરમિયાન સામાન્યપણે વૈશ્વિક પરિદ્રશ્ય અને આપણા માટે મહત્ત્વપૂર્ણ છે તેવા મુદ્દાઓ લઇને ચર્ચામાં શામેલ થશે.'
શૃંગલાએ કહ્યું કે બેઠક બાદ પ્રતિનિધિસ્તરની મંત્રણાઓ થઇ શકે છે. શૃંગલાએ કહ્યું હતું કે વેટિકનમાં વાતચીતનો કોઇ એજન્ડા નક્કી કરાયો નથી. તેમણે એ પણ કહ્યું કે કોવિડ-19, સ્વાસ્થ્યના મુદ્દા, કેવી રીતે સાથે કામ કરી શકાય છે. એ એવા વિષય છે જેના પર મારું માનવું છે કે સામાન્ય રીતે ચર્ચા કરાશે.
જી-20માં પીએમના મહત્ત્વના કાર્યક્રમ
વડાપ્રધાન મોદી બે દિવસ જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે શુક્વારે ઇટાલી પહોંચ્યાં હતાં. બાદમાં તેમણે ઇટાલીની રાજધાની રોમમાં યુરોપીય પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ અને યુરોપીય આયોગના અધ્યક્ષ ઉર્સૂલા વૉન ડેલ લેયેન સાથે સંયુક્ત બેઠક કરી હતી. જેમાં પૃથ્વીને બહેતર બનાવવાના ઉદ્દેશથી આર્થિક તથા લોકો વચ્ચે પરસ્પર સંબંધોને મજબૂત કરવાની રીતો પર ચર્ચા કરવામાં આવી.
વડાપ્રધાન મોદી 16માં જી-20 શિખર સંમેલન ( G-20 summit ) અને સીઓપી-26 વિશ્વ નેતા સંમેલનમાં ભાગ લેવા 29 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન યુરોપના પ્રવાસે છે.
આ પણ વાંચોઃ રશિયામાં બનાવવામાં આવ્યું ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ 'તુશીલ'
આ પણ વાંચોઃ તાલિબાન શાસન બે વર્ષથી વધુ ચાલશે નહીંઃ ભૂતપૂર્વ અફઘાન અધિકારી
(એજન્સી ઇનપુટ)