નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ વચ્ચે ગુરુવારે કોરોનાવાયરસની દવાઓ અને તબીબી ઉપકરણોની ઓછી ઉપલબ્ધતા અંગે ચર્ચા વિચારણા કરવમાં આવી હતી. બંને નેતાઓએ ટેલિફોન વાતચીત કરી હતી. આ વાતચીતમાં કોવિડ -19ને લગતા પોતપોતાના દેશોની પરિસ્થિતિ અને આ આરોગ્ય સંકટને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય સહકારના મહત્વ અંગે ચર્ચા કરી હતી.
વડા પ્રધાન કચેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, "તેમણે આ બિમારી સામે લડવા આવશ્યક દવાઓ અને તબીબી ઉપકરણોની અપૂરતી ઉપલબ્ધતા પર મંતવ્યો શેર કર્યા હતા અને આ સંદર્ભમાં સહયોગ માટેના રસ્તાઓ શોધવા પર વાત કરી છે."