ETV Bharat / international

Omicron In UK: બ્રિટનમાં ઓમિક્રોનથી પહેલું મોત, કોરોનાના આ નવા વેરિયન્ટના વધતા કેસોએ પણ ડરાવ્યા

સોમવારે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનના જણાવ્યા અનુસાર ઓમિક્રોન વેરિયન્ટ (Omicron In UK)થી પીડિત ઓછામાં ઓછા એક દર્દીના મૃત્યુ (omicron death in uk)ની પુષ્ટિ થઈ છે. બ્રિટનમાં ડિસેમ્બર મહિનામાં જ દરરોજ સરેરાશ 45 હજાર નવા કોરોના કેસ (corona cases in britain) સામે આવી રહ્યા છે અને ઓમિક્રોન વેરિયન્ટના કેસો (omicron cases in uk)માં પણ વધારો થયો છે.

Omicron In UK: બ્રિટનમાં ઓમિક્રોનથી પહેલું મોત, કોરોનાના આ નવા વેરિયન્ટના વધતા કેસોએ પણ ડરાવ્યા
Omicron In UK: બ્રિટનમાં ઓમિક્રોનથી પહેલું મોત, કોરોનાના આ નવા વેરિયન્ટના વધતા કેસોએ પણ ડરાવ્યા
author img

By

Published : Dec 13, 2021, 7:50 PM IST

  • બ્રિટનમાં ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે
  • દર અઢી દિવસે સંક્રમિત લોકોની સંખ્યા બમણી થઈ રહી છે
  • કોરોનાના દરરોજ સરેરાશ 45 હજાર કેસો આવી રહ્યા છે

લંડન: વિશ્વ માટે ખતરાની ઘંટડી વગાડી રહેલા કોવિડ-19ના ઓમિક્રોન વેરિયન્ટથી બ્રિટનમાં પ્રથમ મૃત્યુ નોંધાયું છે. સોમવારે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે, ઓમિક્રોન વેરિયન્ટ (Omicron In UK)થી પીડિત ઓછામાં ઓછા એક દર્દીના મૃત્યુ (omicron death in uk)ની પુષ્ટિ થઈ છે.

બ્રિટનમાં દરરોજ સરેરાશ 45 હજાર નવા કેસો આવી રહ્યા છે

બ્રિટનમાં કોરોનાના આ નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ (omicron cases in uk) સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી બ્રિટનમાં કોરોના સંક્રમણના હજારો કેસ (corona cases in britain)ની પુષ્ટિ થઈ છે, જેમાં ઓમિક્રોનના કેસોની પણ નોંધપાત્ર સંખ્યા છે. ડિસેમ્બર મહિનામાં જ દરરોજ સરેરાશ 45 હજાર નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે. ગત શનિવારે બ્રિટનમાં કોરોનાના 54 હજારથી વધુ કેસ નોંધાયા હતા, જેમાંથી 633 કેસ ઓમિક્રોનના હતા.

ડેલ્ટા વેરિયન્ટથી પણ વધારે ખતરનાક છે ઓમિક્રોન

નિષ્ણાતોના મતે કોરોનાનું ઓમિક્રોન વેરિયન્ટ (corona omicron variant) ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જે સૌથી મોટી ચિંતાનો વિષય છે. આ વેરિયન્ટને બ્રિટનમાં હાહાકાર મચાવી ચૂકેલા ડેલ્ટા વેરિયન્ટ (delta variant in britain)થી પણ વધારે ખતરનાક કહેવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર બ્રિટનમાં દર અઢી દિવસે સંક્રમિત લોકોની સંખ્યા બમણી થઈ રહી છે. આ જોતાં નિષ્ણાતો બ્રિટનમાં ટૂંક સમયમાં કોરોનાની વધુ એક વેવ (corona wave in britain) આવવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: Omicron In The World: WHOએ ચેતવ્યા, કહ્યું- વેક્સિનથી મળેલી ઇમ્યુનિટી ઓછી કરશે ઓમિક્રોન

આ પણ વાંચો: Corona Vaccination In America: કોરોનાની રસી લગાવવાની ના કહેવી ભારે પડી, US નેવીના કમાન્ડરને હાંકી કાઢવામાં આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.